વિરોધ પ્રદર્શન:વલસાડમાં પ્રશ્નો ન ઉકેલાતાં જિલ્લાના તલાટીઓમાં ભારે રોષ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિ.તલાટી મંત્રી મંડળ દ્વારા કલેકટર-ડીડીઓને આવેદન
  • માગણીઓ ન સંતોષાય તો વિરોધ પ્રદર્શનો યોજાવા ચીમકી

તલાટી મંત્રી મહામંડળના આદેશના પગલે વલસાડ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા 3 વર્ષથી પડતર માગણીઓનો ઉકેલ સરકારે ન લાવતાના મામલે સોમવારે કલેકટર અને ડીડીઓને આવેદન સુપરત કર્યું હતું.જેમાં આગામી દિવસોમાં જો તલાટીઓની માગણી સંતોષવામાં વિલંબ કરાશે તો વિરોધ પ્રદર્શનો યોજવાની ચીમકી આપવામાં આવી છે.

છેલ્લા 3 વર્ષથી રાજ્યભરના તલાટીઓના પ્રશ્નોની મુખ્યમંત્રીથી લઇ મંત્રીઓ,સચિવો તથાતમામ ઉચ્ચ સ્તરના અધિકારીઓને રજૂઆતો છતાં આજદિન સુધી તેનો કોઇ નિકાલ કરવામાં ન આવતા તલાટીઓ રોષે ભરાયા છે.સોમવારે રાજયમાં જિલ્લા મથકે કલેકટર અને ડીડીઓને આવેદનપત્રો સોંપવાના મહામંડળના આદેશને લઇ વલસાડ જિ.તલાટી મંડળે કલેકટર ક્ષિપ્રા અગ્રે અને ડીડીઓ મનીષ ગુરવાનીને આવેદન આપી ચર્ચા કરી હતી.જેમાં રાજ્યભરમાં 40 ટકા તલાટીઓની ઘટ છે ત્યારે એક ગામ એક તલાટીના અભિગમ સાથે નવું મહેકમ મંજૂર કરવાની માગ કરાઇ છે.

આ સાથે આંતર જિલ્લા બદલી ફેરબદલીની દરખાસ્ત મંજૂર કરવા,તલાટી કમ મંત્રીઓને પંચાયત વિભાગ સિવાય અન્ય કોઇપણ સરકારી વિભાગની કામગીરી નહિ સોંપવા,નોકરીના 12 વર્ષ જેમના પૂરા થયા હોય તેમને મળવા પાત્ર પ્રથમ ઉચ્ચતર પગાર પંચ હેઠળ ચૂકવવા તથા જે તલાટીઓ સામે અરજીઓ હેઠળ તેમને ફરજ મોકુફ કરાયા છે તેમને પૂન: ફરજ ઉપર નિયુક્ત કરવા અને તલાટીઓને એક કરતા અનેક કામગીરી સોંપવામાં આવતી હોવાથી અનેક ગામોમાં જવાના કારણે ઉૉપકરણોથી હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવા માગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...