આક્રોશ:વલસાડના ROB ઉપર રિકાર્પેટિંગનું ડામર પીગળતા વાહનચાલકોમાં રોષ

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વિચક્રિય વાહનો સ્લિપ મારવાની ભીતિ,વાહનો ધીમા પડતા ટ્રાફિક જામ

વલસાડના રેલવે ઓવર બ્રિજ પર ધમરમપુર રોડ,અતુલ રોડ અને શહેરના ટ્રાફિક માટે મહત્વનો માર્ગ રેલવે ઓવર બ્રિજ પર ખાડાઓને દૂર કરવા માર્ગ અને મકાન વિભાગે પેવર બ્લોક ઘણાં સમય અગાઉ નાંખીને વાહનચાલકોને રાહત આપી હતી.સમય જતાં આ પેવર બ્લોક વચ્ચેના ભાગેથી અ્નેક જગ્યાએ ઉખડી જતાં ખાડા ટેકરા સર્જાયા હતા.જેને લઇ ટ્રાફિક જામ થતો હતો.

માર્ગ અને મકાન વિભાગે ચોમાસા પહેલા આ પ્રશ્નના નિરાકરણ માટે ડામરનું રિકાર્પેટિંગ કરી સમસ્યા હલ કરી પરંતું ગરમીના કારણે ડામર પિગળવા માડતાં બીજો ફણગો ફુટ્યો હતો.ડામર રોડ પર પીગળતાં દ્વિચક્રિ વાહનચાલકોને સ્લિપ થવાની ભીતિ સર્જાઇ હતી.નાના મોટા વાહનોની રફતાર પણ ધીમ પડતાં ભારે ટ્રાફિકથી ધમધમતા રેલવે ઓવરબ્રિજ ઉપર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ હતી.જેને લઇ વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ડામર પર કપચી પાવડર છાંટવાનું ભુલાયું
રેલવે ઓવર બ્રિજ ઉપર ધરમપુર અને અતુલ પારડીની દિશાના વાહનો ઉપરાંત શહેરમાંથી નિકળતા સંખ્યાબંધ વાહનોની 24 કલાક અવરજવર રહે છે.આ માર્ગ પર પડેલા ખાડાઓના પ્રશ્નને હલ કરવાના પ્રયાસમાં ડામર રિકાર્પેટિંગ કરાયું હતું.પરંતું તેના ઉપર કપચી પાવડર નાંખવામાં આવ્યો ન હોવાની ફરિયાદ વાહનચાલકોએ કરી માર્ગ અને મકાન વિભાગને તેનું ધ્યાન રાખવા અને પાવડર છંટકાવ કરવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...