મેઘમહેર:વલસાડના મધુવન ડેમના ઉપરવાસમાં વરસાદ ધીમો પડતા ડેમમાંથી આઉટ ફ્લો ઘટ્યો, ડેમમાં વરસાદી પાણીની આવકમાં 44 હજાર ક્યુસેક પાણીની આવક ઘટી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ દમણ અને સેલવાસના વહીવટી તંત્રના તાલમેલથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું જોખમ ઘડ્યું
  • મધુવન ડેમમાં 6,05, 580 ક્યુસેક પાણીની આવકની સામે 5,92,882 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

વલસાડ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે મધુવન ડેમમાં પાણીની આવક થઈ રહી હતી. જેથી ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. ત્યારે ડેમના ઉપરવાસમાં હાલ વરસાદ ઘટના ડેમમાંથી આઉટ ફ્લો પણ ઘટ્યો છે. આજે સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ડેમમાં વરસાદી પાણીની આવકમાં 44 હજાર ક્યુસેક પાણીની આવક ઘટી છે. વલસાડ, દમણ અને સેલવાસના વહીવટી તંત્રના તાલમેલથી નીચાણલાશા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ પણ ઘડ્યું છે.

નિચાણવાળા વિસ્તાર પ્રભાવિત ન થાય તે પ્રમાણે પાણી છોડાયું
છેલ્લા 5 કલાકમાં મધુવન ડેમમાં 6,05, 580 ક્યુસેક પાણીની આવક થઈ હતી. તેની સામે મધુબન ડેમના 10 દરવાજા 2.20 મીટર ખુલ્લા રાખીને 5,92,882 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. દરિયામાં ભરતીનો સમય મેનેજ કરીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેથી નીચાણવાળા વિસ્તામાં રહેતા લોકોને કોઈ તકલીફ ન પડે તે વસ્તુને ધ્યાનમાં રાખીને મધુવન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું.

મધુવન ડેમના વેઝમેન્ટ વિસ્તારમાં સેમવારે સવારથી ભારે વરસાદ પડતાં ડેમમાં વરસાદી પાણીની આવક વધી હતી. ડેમમાં વરસાદી પાણીની આવક સામે પાણીની જાવક મેનેજ કરવામાં આવી હતી. મધુબન ડેમના અધિકારીઓ અને વલસાડ તથા સંઘ પ્રદેશના વહીવટી તંત્રના તાલમેલને ધ્યાને રાખીને વાપી અને દમણ તેમજ સેલવાસના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને રાહત મળી હતી. મધુવન ડેમમાં મહારાષ્ટ્રમાં આવેલા ગામોના વરસાદી પાણીથી આવક વધી છે. જેમાં મોખેડા, ડીંડોળી, હરસુલ, નાની પલસણ, ઓઝર ખેડા અને મધુવન વિસ્તારમાં મહારાષ્ટ્રના ગામોમાં વરસાદ પડતા મધુવન ડેમમાં પાણીની આવક થાય છે.

દર કલાકે 1.18 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું
બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીની ડેમમાં પાણીની આવક થઈ હતી. ડેમમાં 6 કલાકમાં કુલ. 7,45,902 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેની સામે મધુવન ડેમના 10 દરવાજા 2.20 મીટર ખુલ્લા રાખીને દર કલાકે 1.18 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

વલસાડ ડિવિઝનની 2 ટ્રીપ રાજકોટમાં અટકાવી દેવાઈ

સોમવારે સવારથી જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને લઈને વલસાડ એસટી ડિવિઝનની 3 ટ્રીપોને અસર પહોંચી છે. જામનગર અને સાવરકુંડલા જતી બસને રાજકોટ ખાતે હોલ્ટ આપી રાજકોટથી પરત લાવવાનો નિર્ણય એસ.ટી વિભાગે કર્યો છે. હાલ સૌરાષ્ટ્રના જામનગરમાં વરસાદી પાણી ભરવાને લઈને STના રૂટ પણ પ્રભાવિત થયા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બસના યાત્રીઓની સુરક્ષાને લઈને વલસાડની સૌરાષ્ટ્રની 3 ટ્રીપો જેમાં 1 ટ્રીપ રાજકોટની અને 1 જામનગર અને 1 સવારકુંડલાની ટ્રીપ પ્રભાવિત થઈ શકે તેમ હોવાથી તે ટ્રીપને રાજકોટ ખાતે અટકાવી દેવામાં આવી છે. યાત્રીઓની સેફટીને ધ્યાને રાખીને ST ડિવિઝન દ્વારા નિર્ણય લેવાયો હોવાનું વલસાડ ST વિભાગીય નિયામક D.V ચૌધરીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...