પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નદીઓને સ્વચ્છ રાખવા અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાનનો સમાવેશ સ્માર્ટસિટીમાં લાગુ કરેલ છે. પરંતુ સેલવાસ પાલિકાના અંધેર વહીવટમાં બિલ્ડર લોબી સરકારી નિયમોને ગજવે ઘાલી ડ્રેનેજનુ ગંદુ પાણી સીધું નદીમાં છોડી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. સેલવાસમાંથી પસાર થતી ડોકમરડી સરકારી ફાર્મ પાસેની વહેતી નદીમાં બિલ્ડરો દ્વારા બિલ્ડિંગનું ગંદુ પાણીને સીધું નદીમાં છોડી રહ્યા છે.
સેલવાસના નામાંકિત બિલ્ડરો દ્વારા નિર્મિત સોસાયટી દ્વારા વર્ષોથી બેરોકટોક સોસાયટીનું ડ્રેનેજનું પાણી સીધુ નદીના પટમાં છોડી રહ્યાની વ્યાપક ફરિયાદો આવવા છતા પાલિકાના અધિકારીઓ બિલ્ડરોના બોજ તળે દબાયેલા દેખાય છે. સ્માર્ટસિટી અંતર્ગત આવત ગેરકાયદે બાંધકામ, ડ્રેનેજનું પાણી સીધુ સરકારી જમીનમાં ઠાલવનાર સામે હથોડો ઝીંકતી પાલિકાના અધિકારીઓ બિલ્ડર સામે કાર્યવાહી કરશે કે કેમ એ ચર્ચાનો વિષય બન્યો છે. સેલવાસના પીપરીયા વિસ્તારમાં આવેલા ઉદ્યોગો પણ કેમીકલ યુક્ત અને ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે. શું તેઓ વિરૂધ્ધ પ્રસાશન દ્વારા કાર્યવાહી કરવામા આવશે કે કેમ એ હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.