તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:વલસાડમાં મોગરાવાડી પારડીસાંઢપોરના રસ્તા ઉપર ઠેરઠેર ખાડાઓથી લોકોમાં ભારે આક્રોશ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી ચોમાસાના ટાંકણે જ રોડ ઉપર ખાડામાં પાણીના ભરાવાથી વાહનચાલકો ત્રસ્ત

વલસાડ પાલિકાની હદમાંથી પારડીસાંઢપોર અને મોગરાવાડી વચ્ચે પસાર થતો 1 કિમીનો રોડ અત્યંત બિસ્માર થઇ જતાં સ્થાનિક લોકો છેલ્લા 2 વર્ષથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ચોમાસાના પ્રારંભે થોડા વરસાદમાં જ રોડના ખાડામાં પાણીનો ભરાવો થઇ જતાં લોકોને પસાર થવું દૂષ્કર બની ગયું છે.પાલિકાએ ખાડાનું પૂરાણ કરાવી લીલાપોતી કરી હાથ ઉંચા કરી લેતા લોકોમાં રોષ ફેલાયો છે. વલસાડના મોગરાવાડી રેલવે નાળામાં જ્યારે પાણીનો ભરાવો થાય ત્યારે પારડીસાંઢપોર અને મોગરાવાડીનો આ રસ્તો ટ્રાફિકથી ધમધમી ઉઠે છે.

આ ઉપરાંત અનાજના ગોડાઉનમાં અનાજ લઇ જતી ટ્રકો પણ આ રોડ ઉપરથી પસાર થાય છે.પરંતું સામાન્ય વરસાદમાં જ આ રોડની દશા બેઠી છે.વલસાડ અને પારડીસાંઢપોરથી મોગરાવાડી જતા આ રસ્તા ઉપરથી રહીશોની સતત અવરજવર રહે છે.છતાં રોડ ઉપર પડેલા મસમોટા ખાડાઓનો નિકાલ કરવાની રજૂઆતો સામે પાલિકા કે તંત્ર કોઇ કાર્યવાહી કરતું ન હોવાની ફરિયાદો ઉઠી છે.આ રસ્તા ઉપર ગત વર્ષે પણ ખાડાઓ પડી જતાં વિપક્ષ નેતા ગીરીશ દેસાઇએ પાલિકાને રજૂઆતો કરી ખાડાઓમાં પૂરાણ કરાવ્યું હતું.

પરંતુ ફરીથી આ વર્ષે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ સ્થિતિ જૈસે થે જેવી થઇ જતાં અસહ્ય યાતના સર્જાઇ છે.સ્થાનિક લોકો આ રસ્તો આરસીસી કે નવા ડામરના રસ્તો બનાવવા માટે માગ કરી રહ્યા છે,જેનો ઉકેલ લાવવો પાલિકાના શાસકોની જવાબદારી છે તેવું રહીશો ઉકળાટ ઠાલવી રહ્યા છે.

અગાઉ જિ.પં. હસ્તક હતો પરંતુ વલસાડ પાલિકાને સોંપાયો છે
પારડીસાંઢપોર મોગરાવાડીનો રસ્તો હાલમાં ચાલવા લાયક પણ નથી.અગાઉ આ રસ્તો જિલ્લા પંચાયત હસ્તક હતો જે ગત વર્ષે વલસાડ પાલિકાને સુપરત કરાયો હતો.તેમ છતાં પાલિકા દ્વારા અત્યંત ખખડી ગયેલા રસ્તાને નવો બનાવવા કોઇ કાર્યવાહી કરતી ન હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...