3 શાળાઓનું પરિણામ શૂન્ય:વલસાડ જિલ્લામાં HSC વિજ્ઞાન પ્રવાહની 92 સ્કૂલ પૈકી 17 શાળાઓ 0થી 30% પરિણામ મેળવ્યું, 3 શાળાઓનું 0% પરિણામ

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડની પ્રજ્ઞા પ્રબોધ હાઈ સ્કૂલ, મોટાપોઢાની અખંડ કન્યા વિદ્યાલય અને પારડીની આઇ.સી. દેસાઈ હાઇસ્કૂલનું 0% પરિણામ

વલસાડ જિલ્લાના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર થયું હતું. વલસાડ જિલ્લાની HSC વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતી 92 શાળાઓ પૈકી 0%થી 30%સુધી પરિણામ ધરાવતી 17 શાળાઓ આવી છે. જ્યારે 31%થી 100% પરિણામ ધરાવતી 75 શાળાઓએ સ્થાન મેળવ્યું છે. આ વર્ષે એકપણ શાળાઓએ 100% પરિણામ મેળવ્યું ન હતું. કોરોના મહામારીની ઇફેક્ટ બાદ વિદ્યાર્થીઓ અભ્યાસથી દૂર થઈ રહ્યા હોવાનું જોવા મળ્યું છે

માર્ચ મહિનામાં લેવાયેલી GSEBની પરીક્ષા લેવાઈ હતી. છેલ્લા 2 વર્ષથી શાળાઓ ઓનલાઇન એજ્યુકેશન આપી રહી હતી. વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા શાળાઓ શરૂ કરવામાં આવી હતી. શાળાઓમાં SSCની પરીક્ષા આપ્યા બાદ ઓનલાઈન એજ્યુકેશન મેળવીને વિદ્યાર્થીઓ HSCની બોર્ડની પરીક્ષા આપવા પહોંચ્યા હતા છેલ્લે માત્ર 6 માસ ઓફલાઇન એજ્યુકેશન વિદ્યાર્થીઓએ મેળવ્યું હતું. માર્ચ મહિનામાં લેવાયેલી HSC વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું. વલસાડ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ઉપર HSC વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી 3997 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી A1માં વલસાડ જિલ્લામાં માત્ર 1 વિદ્યાર્થીની સ્થાન મેળવી શકી છે. A2માં 38, B1માં 157, B2માં 337, C1માં 658, C2માં 840, D ગ્રેડમાં 294 અને E ગ્રેડમાં માત્ર 3 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું.

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલી અશ્વમેઘ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ વલસાડ જિલ્લામાં શાળાનું ગૌરવ વધાર્યું છે. વલસાડ જિલ્લાની 92 શાળાઓમાં માત્ર પારડીની એક શાળાની વિદ્યાર્થીએ A1માં સ્થાન મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. વલસાડ જિલ્લામાં આવેલી HSC વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરાવતી 92 શાળાઓ પૈકી 100% પરિણામ એકપણ શાળાઓ મેળવી શકી નથી. જ્યારે 3 શાળાઓએ 0% પરિણામ મેળવ્યું છે. વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લાનું ગુણવત્તાવાળું પરિણામ લાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વર્ષ 2020માં માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષામાં વલસાડ જિલ્લાનું પરિણામ 55% આવ્યું હતું. જેની સરખામણીમાં ઓફલાઇન લેવાયેલી પરીક્ષામાં 2022માં માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષા 58.24% પરિણામ મેળવી શકાયું છે. જિલ્લાનું 3% પરિણામ વધ્યું હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું છે.

વલસાડની પ્રજ્ઞા પ્રબોધ હાઈ સ્કૂલ, મોટાપોઢાની શ્રી અખંડ કન્યા વિદ્યાલય અને પારડી તાલુકાની આઇ સી દેસાઈ હાઇસ્કૂલના એકપણ વિદ્યાર્થી પાસ ન થતા શાળાનું 0% પરિણામ આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...