ભગવો લહેરાયો:વલસાડ નગર પાલિકાની ખાલી પડેલી 5 બેઠક પૈકી 4 બેઠક ઉપર ભાજપની અને 1 બેઠક ઉપર અપક્ષની જીત

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નંબર 2 ની બેઠક પર અપક્ષની જીત થઈ
  • 4 બેઠક પર ભાજપની જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ

વલસાડ નગરપાલિકાના 4 વોર્ડમાં ખાલી પડેલી 5 બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો જયજયકાર થયો છે. મંગળવારે મતગણતરી હાથ ધરાઇ હતી, જેમાં ભાજપ શાસિત નગરપાલિકાના વહીવટને મંજૂર રાખી મતદારોએ ભાજપની તરફેણમાં ભવ્ય વિજયની મહોર મારી દીધી હતી. પાલિકાની આ 5 બેઠકમાંથી મતદારોએ ભાજપના ખોળે 4 બેઠક ધરી છે. જિલ્લા ભાજપ સંગઠન સહિત કાર્યકરોએ આ ભવ્ય વિજયને વધાવી લીધો હતો.

વલસાડ નગરાપાલિકાની પેટાચૂંટણી માટે રવિવારે મતદાન નોંધાયા 5 ઓક્ટોબર મંગળવારે હાથ બાઇ આવાંબાઇ હાઇસ્કુલમાં ભારે ઉત્સુકતા વચ્ચે હાથ ધરાયેલી મતગણતરીના અંતે ચૂંટણી અધિકારી નિલેશ કુકડિયાની ઉપસ્થિતિમાં પરિણામો જાહેર થતાં પાલિકાની 5 બેઠકમાંથી 4 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોએ સરસાઇથી જીતી લીધી હતી. આ ચૂંટણીમાં વોર્ડ નં.1માં બંન્ને બેઠક ઉપર ભાજપના 2 ઉમેદવારે કોંગ્રેસ અને અપક્ષને પરાજય આપ્યો હતો. જેમાં ભાજપના કિરણ પટેલે સૌથી વધુ 3062 મત મેળવી વિજય મેળવ્યો હતો. જ્યારે વોર્ડ નં.6માં અપક્ષના ઉર્વીબે યશેષ માલી અને ભાજપના વિમલ ગજધર વચ્ચે સીધી ટક્કર હતી, જેમાં ભાજપે આ બેઠક જીતી લીધી હતી.વોર્ડ નં.2માં માજી સભ્ય રાજૂ મરચાંના પૂત્ર વિકાસ પટેલે ભાજપના ભાવેશ પટેલને ટક્કર આપી પરાજય આપ્યો હતો. વોર્ડ નં.6માં ભાજપના હિતેશ ભંડારી પણ બે અપક્ષોને પરાજિત કરી આ બેઠક જીતી ગયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી શિલ્પેશ દેસાઇ, કમલેશ પટેલ, ઉપપ્રમુખ નિખીલ ચોકસી, ધારાસભ્ય ભરતભાઇ પટેલ, પાલિકા પ્રમુખ કિન્નરી પેટલ, પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી, જિલ્લા તાલુકા શહેર સંગઠન, વિવિધ મોરચાના હોદ્દેદારો, સભ્યો, કાર્યકરોએ વિજેતાઓને વધાવી લીધાં હતા.

ભાજપે વધુ 1 બેઠક જીતી, કોંગ્રેસને એકપણ નહિ
પાલિકાના 4 વોર્ડમાં અગાઉ ભાજપ પાસે 3 બેઠક હતી,પણ આ ચૂંટણીમાં 1ના વધારા સાથે 4 બેઠક થઇ છે.વોર્ડ નં.6માં અગાઉ અપક્ષના માજી સભ્ય યશેષ માલી પાસે બેઠક હતી.જે ભાજપે જીતી લીધી હતી.જ્યારે વોર્ડ નં.2ના અપક્ષના માજી સભ્ય રાજૂ મરચાના પૂત્રએ અપક્ષ બેઠક જાળવી રાખી હતી.બીજી તરફ કોંગ્રેસે માત્ર 2 ઉમેદવાર મૂક્યા હતા,જે બંન્નેનો પરાજય થયો હતો. આમ પણ વલસાડ પાલિકામાં ભાજપ અને અપક્ષ સાથે મળી સત્તા સંભાળી રહ્યા હતા. હવે પૂર્ણ બહુમતિ મળતા પ્રજાને નગરનો વિકાસ થશે તેવી આશા બંધાઈ છે.

હાઇકોર્ટના ચૂકાદાને આધિન પરિણામ જાહેર
વલસાડ પાલિકાના 4 સભ્યોને શિસ્તભંગ હેઠળ સભ્યપદેથી દૂર કરવાના હુકમને આ સભ્યોએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.જેને લઇ ચૂંટણી અધિકારીએ પરિણામો જાહેર કરવાની સાથે આ પેટાચૂંટણીનું પરિણામ હાઇકોર્ટના હુકમને આધિન જાહેર કરવામાં આવે છે તેવું પણ જાહેર કર્યું હતું.

વલસાડ પાલિકાની 5 બેઠકના પરિણામ

વોર્ડ નં.1 ઉમેદવારબેઠકપક્ષમતનોંધ
કિરણ ભીખુભાઇ પટેલસામાન્યભાજપ3062વિજેતા
નવીન વાંસફોડા,મરચાંએસટીકોંગ્રેસ632હાર
સતીષ બી.પટેલએસટીભાજપ2219વિજેતા
કીકુ છીબાભાઇ રાઠોડએસટીઅપક્ષ1026હાર
વોર્ડનં.2 ઉમેદવારબેઠકપક્ષમતનોંધ
ભાવેશ પ્રવિણભાઇ પટેલએસટીભાજપ1902હાર
વિકાસ રાજેશ પટેલએસટીઅપક્ષ2250વિજેતા
વોર્ડ નં.5 ઉમેદવારબેઠકપક્ષમતનોંધ
હિતેશ ઇશ્વરભાઇ ભંડારીસામાન્યભાજપ2257વિજેતા
કિરણ ભંડારી(પેન્ટર)સામાન્યઅપક્ષ766હાર
ધર્મેશ અર્જુનભાઇ ડાંગસામાન્યઅપક્ષ1863હાર
વોર્ડ નં.6 ઉમેદવારબેઠકપક્ષમતનોંધ
રમેશચંદ્ર શાહસામાન્યકોંગ્રેસ565હાર
વિમલ સુમંતરાય ગજધરસામાન્યભાજપ2034વિજેતા
ઉર્વી યશેષ માલીસામાન્યઅપક્ષ1351હાર

ઉમરગામ પાલિકાની એક બેઠક ભાજપે આંચકી લીધી
​​​​​​​ઉમરગામ|નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ વોર્ડ નંબર 3 ના સભ્યનું માર્ગ અકસ્માતમાં નિધન થતા ખાલી પડેલી બેઠક માટે ગત તા.3 ઓક્ટોબરે વોર્ડ નં.3ની પેટાચૂંટણી યોજાઇ હતી.જેમાં ભાજપના ઉમેદવાર મનીષ રાય તથા કોંગ્રેસના ઉમેદવાર વશિષ્ઠ ચૌરસિયા વચ્ચે સીધી લડાઈ થઈ હતી.જેમાં ભાજપના મનીષ રાયનો વિજય થયો છે.

ચૂંટણીમાં ચિત્રકુટધામ, ગોકુલધામ, યશોદા ધામ, ડમરુવાડી, હરીશ કોલોની પીઠા ફળિયા, કાંકરીયા મોરાનું ફૂલે 3761 મતધારકોમાં 2154નું મતદાન થતા 57% જેટલું મતદાન નોંધાયું હતું. મંગળવારે ઉમરગામ શહેર કન્યા શાળામાં ઇવીએમ મશીન દ્વારા મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર વશિષ્ઠ ચૌરાશિયાને 932 મત મળ્યા હતા.જ્યારે ભાજપના ઉમેદવાર મનીષ રાયને 1190 મત મળતા ફૂલે 258 મતોથી ભાજપના યુવા કોર્પોરેટર મનીષ રાયનો વિજય થતા ભાજપ બેડામાં ખુશીની લાગણી છવાઈ હતી. સામાન્ય ચૂંટણી સમયે આ બેઠક ઉપર કોંગ્રેસે કબ્જે કરી હતી. જોકે પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થતાં પાલિકામાં ભાજપની બેઠકમાં વધુ એકનો ઉમેરો થયો છે.વિજયતા ઉમેદવારે ગટર,માર્ગ લાઈટ અને પાણીની સમસ્યા ઉકેલવાની ખાત્રી આપી છે.

અન્ય સમાચારો પણ છે...