વધતા સંક્રમણ વચ્ચે રાહત:વલસાડ જિલ્લામાં કોરોનાના નોંધાયેલા 301 કેસ પૈકી 5 થી 10 ટકા દર્દીઓને જ હોસ્પિટલમાં સારવારની જરુર પડી

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગના સંક્રમિત દર્દીઓને હોમ ક્વોરન્ટાઈનમાં રખાયા
  • બીજા વેવ સામે ત્રીજા વેવમાં વહીવટી તંત્ર પાસે દોઢ ગણા બેડ અને ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર

વલસાડ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર સામે પહોંચી વળવા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની ટીમ એલર્ટ થઈ ગઈ છે. બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં વહીવટી તંત્રએ પૂરતી તૈયારીઓ કરી દીધી છે. હાલમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેની સામે વલસાડ જિલ્લામાં 6 જાન્યુઆરી સુધીમાં વલસાડ જિલ્લામાં 301 એક્ટિવ કેસ નોંધાયા છે. જેની સામે જિલ્લાની હોસ્પિટલમાં માત્ર 5થી 10% જ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. બાકીના કોરોના સંક્રમિત દર્દીઓ હોમ કોરેન્ટાઇન રહેવાનું પસંદ કર્યું છે.

ગત લહેરની સરખામણીમાં વલસાડ જિલ્લામાં દોઢ ગણાં બેડની વ્યવસ્થા વધારવામાં આવી છે. જ્યારે જિલ્લાની PHCમાં પણ ઓક્સિજન પ્લાન્ટ ઇસ્ટોલ કરી દેવામાં આવ્યો છે. તેની મોકડ્રિલ પણ કરીને ચેકીંગ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ઓક્સિજનની કોઈ અછત ન પડે તા માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટે તકેદારીના પગલાં ભરી રહી છે હાલ જિલ્લામાં હાટ બજાર અને રવીવારી બજાર ઉપર રોક લગાવવામાં આવી છે. જિલ્લામાં કોરોનાની સ્થિતિ વધુ ન વકરે તે માટે બોર્ડર ઉપર આવતા જતા લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. વલસાડ અને વાપી રેલવે સ્ટેશન ઉપર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરમાંથી બહાર જતા અને આવતા યાત્રીઓની થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંક્રમિત દર્દીઓની ટ્રાવેલી હિસ્ટ્રી અને સંપર્ક હિસ્ટ્રી ચેક કરવામાં આવે ત્યારે લોકોને સહયોગ કરવા જિલ્લા કલેક્ટરે એક અપીલ કરી છે.

જિલ્લામાં 9 જેટલા ધનવંતરી રથ તૈયાર કરવામાં આવ્યા છે. જે રોજ સંક્રમિત દર્દીઓને વિસ્તારમાં જઈને RTPCR ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી રહી છે. જિલ્લામાં રોજના 3 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટની ક્ષમતા વધારી 4 હજાર સુધી કરવાની જિલ્લા વહીવટી તંત્રએ પૂરતી તૈયારી કરી દીધી છે. જિલ્લામાં સંક્રમિત દર્દીઓને હોમ ક્વોરન્ટાઈનનું ચુસ્ત પાલન કરાવવા વહીવટી તંત્ર પ્રયાસો કરી રહ્યું છે. સંક્રમણ ઘટે અને ઓછા લક્ષણો ધરાવતા દર્દીઓ વહેલી તકે ટેસ્ટ કરવી નિદાન કરાવે તેમ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું છે

અન્ય સમાચારો પણ છે...