HSCનું પરિણામ:વલસાડ જિલ્લામાં HSC સામાન્ય પ્રવાહની 156 શાળાઓ પૈકી 26 શાળાઓએ જિલ્લામાં 100% પરિણામ મેળવ્યું

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં 0% પરિણામ ધરાવતી જિલ્લાની એક માત્ર શાળા

વલસાડ જિલ્લામાં માર્ચ 2022માં લેવાયેલી ગુજરાત માધ્યમિક બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની પરિમામાં HSC માન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જે પૈકી જિલ્લામાં HSC સામાન્ય પ્રવાહની નોંધાયેલી 156 શાળાઓ પૈકી 26 શાળાઓએ શાળાનું 100% પરિણામ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકોને અભિનંદન પાઠવી શાળાના આચાર્ય અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે 31થી 99% શાળાનું પરિણામ ધરાવતી શાળાઓને વિદ્યાર્થીઓ પાછળ વધુ મહેનત કરીને 100% સુધી શાળાનું પરિણામ લાવવા પ્રોત્સાહી કરવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં 0% પરિણામ ધરાવતી જિલ્લાની એક માત્ર શાળાના શિક્ષકો અને શાળાના આચાર્યને વિદ્યાર્થીઓ પાછળ વધુ માં વધુ મહેનત કરીને આગામી બોર્ડની પરીક્ષામાં વધુમાં વધુ પરિણામ સુધારવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આવ્યું હતું. તેમ જિલ્લા શિક્ષણાધિકારી K.F.વસાવાએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...