માંગરોળ તાલુકાના ઇસનપુર ગામે સ્થાનિક ઈસમેઆ ગામમાં મારી મમ્મીની અનાજ કરિયાણાની દુકાન ચાલુ છે તો તે કેમ દુકાન ખોલી તેવું કહી રાજસ્થાની મારવાડી વેપારીની અનાજ કરીયાણાની દુકાન ને પેટ્રોલ છાંટી સ્થાનિક ઈસમે સળગાવી દીધી હતી. આગમાં વેપારીનો 4 વર્ષનો પુત્ર હાથે-પગે દાઝી ગયો છે.
મૂળ રાજસ્થાની આનંદભાઈ પોકરભાઈ ગુર્જરે માંગરોળ તાલુકાના ઇસનપુર ગામે ડેરી ફળિયામાં અનાજ કરિયાણાની દુકાન ખોલી હતી, અને ધંધો કરી રહ્યો હતો. ત્યારે ઇસનપુર ગામમાં રહેતો નિમેષભાઈ કોયાભાઈ ચૌધરી મારવાડી દુકાનદાર પાસે આવ્યો હતો અને જણાવ્યું કે આ ગામમાં મારી મમ્મીની દુકાન ચાલે છે. છતાં તે કેમ દુકાન ખોલી તારી દુકાન તુ બંધ કરી દેજે નહીં તો રાત સુધીમાં તારી દુકાન સળગાવી દઈશ.
જેવી ખુલ્લી ધમકી આપી હતી, અને નાયક ગાળો બોલી હતી. પરંતુ વેપારીએ ગામમાં ધંધો કરવાનો હોવાથી કોઈ ફરિયાદ કરી ન હતી ત્યારબાદ ફરી આ ઈસમ મારવાડી ની દુકાને પેટ્રોલ ની બાટલી લઈને આવ્યો હતો અને દુકાન તે કેમ બંધ કરી નથી હવે તને તાકાત બતાવી પડશે એવું કહી અનાજ કરીયાણાની દુકાનમાં પેટ્રોલ છાંટી દીધું હતું.
આ સમયે પેટ્રોલના છાંટા વેપારીના ચાર વર્ષના પુત્ર કિશન ઉપર પણ પડયા હતા, અને વિનંતી કરવા છતાં આ ઇસમે માચીસ વડે દુકાન મા પડેલો સામાન સળગાવી દીધો હતો અને ફરી દુકાન નહીં ખોલવાની ધમકી આપી ત્યાંથી આ ઈસમ ચાલ્યો ગયો હતો આ સમયે વેપારીનો ચાર વર્ષનો પુત્ર કિશન હાથે-પગે દાઝી ગયો હતો.
દુકાનદારે બૂમાબૂમ કરતા આજુબાજુના રહીશો દોડી આવેલા અને પોત પોતાના ઘરેથી પાણી લાવી આગને બુઝાવવા પ્રયાસ કર્યો હતો હાલ કિશનને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા છે રૂપિયા 60,000 નો સામાન અને 15000 નું ફર્નિચર મળી કુલ 75000 હજાર નું નુકસાન થયું હતું આ ઘટના સંદર્ભમાં રાજસ્થાની મારવાડી વેપારી આનંદભાઈ પોકરભાઈ ગુર્જર દ્વારા માંગરોળ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.