નસકોરી ફૂટતાં લોહી નિકળ્યું:વલસાડના તિથલ રોડ પર દોડતી કાર ઉપર લોહીના ડાઘ જોઈ અન્ય વાહન ચાલકોએ કાર ચાલકને પોલીસને સોપ્યો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલક અકસ્માત કરી ભાગ્યો હોવાની શંકાને આધારે ચાલકને સીટી પોલીસને સોંપ્યો
  • પોલીસે ચેક કરતા સુરતના યુવાનો દમણ પાર્ટી કરી પરત ફરતા એક મિત્રની નસકોરી ફૂટી હતી

વલસાડના તિથલ રોડ ઉપર સોમવાર મોડી રાત્રે તિથલ તરફ દોડતી કાર ઉપર લોહીના ડાઘ જોઈને અન્ય વાહન ચાલકોએ કાર ચાલક અકસ્માત કરી ભાગ્યો હોવાની શંકા રાખી કાર ચાલકને અટકાવી ચેક કરતા કારમાંથી પણ લોહીના ડાઘ મળતા કાર ચાલકને સીટી પોલીસને સોંપ્યો હતો. પોલીસે ચેક કરતા સુરતના યુવાનો દમણ પાર્ટી કરી પરત ફરતા એક મિત્રની નસકોરી ફૂટતા લોહી નીકળ્યું હોવાનું યુવાનોનું રટણ કરી રહ્યા હતા.

વલસાડ શહેરમાં બુધવારે મોડી રાત્રે તિથલ રોડ ઉપર દોડતી ઇકો કાર (નં. GJ-05-RL-9045)નો ચાલક પુરપાટ ઝડપે તિથલ રોડ ઉપર દોડી રહ્યો હતો. તિથલ રોડ ઉપર દોડતા અન્ય વાહન ચાલકોએ કાર ઉપર લોહી ના ડાઘ જોઈ કાર ચાલક અન્ય કોઈ જગ્યાએ અકસ્માત સર્જી ભાગી રહ્યો હોવાનો શનકા વહેમ રાખી તિથલ રોડ ઉપર અન્ય વાહન ચાલકો એ કાર ને અટકાવી ચેક કરતા કારમાં પણ લોહી પડેલું મળી આવ્યું હતું.વાહન ચાલકોએ તાત્કાલિક વલસાડ સીટી પોલીસને જાણ કરી કાર ચાલક ને પોલીસ ને સોંપ્યો હતો.

વલસાડ સીટી પોલીસે કાર ચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા સુરતના 7થી 8 મિત્રો બે કારમાં દમણ પાર્ટી કરવા ગયા હતા. પાર્ટી કરી કોસ્ટલ હાઇવે થઈ પરત ફળી રહ્યા હતા તે દરમિયાન એક યુવકની નસકોરી ફૂટી હતી. જેનું લોહી કાર ઉપર ઉડયું હોવાનું સામે આવ્યું હતું અને તે યુવક કોસ્ટલ હાઇવે ઉપર અન્ય મીત્રો સાથે કારમાં બેસી જતો રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને યુવકો સામે દારૂના નશામાં વાહન ચલાવવાનો ગુનો નોંધી ઘટનાની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...