સતર્કતા:વલસાડમાં કોરોનાનું સંક્રમણ વધતા રવિવારી બજાર બંધ કરવા આદેશ

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં મુખ્ય માર્ગો પર રિક્ષા ફેરવી સૂચના આપવામાં આવી

વલસાડ જિલ્લામાં ગત રોજ 107 કેસ આવતા જિલ્લામાં 301 એક્ટિવ કેસ ઉપર પહોંચ્યો છે. જેને લઈને સતર્કતાના ભાગ રૂપે વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ ઉપર ભરાતી રવિવારી બજાર બંધ કરવાની સૂચના આપી હતી. શહેરના મુખ્ય માર્ગ ઉપર રીક્ષા ફેરવી સૂચના આપવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમનને ધ્યાને રાખીને વલસાડ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું છે. વલસાડ જિલ્લા કલેક્ટરની સૂચના ના આધારે શહેરમાં રવિવારે ભરાતી રવિવારી બજાર બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને રવિવારી બજાર બંધ રાખવા જણાવ્યું છે. વલસાડ તાલુકામાં 169 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે. રોજ વલસાડ તાલુકામાં વધારે કેસ દેખાતા તકેદારીના ભાગ રૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...