તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્શનમાં પ્રશાસન:વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા દર રવિવારે જિલ્લાની બજારો બંધ રાખવાનો આદેશ

વલસાડ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોમ આઈસોલેશનમાં રહેલા વ્યકિત નિયમોનો ભંગ કરે તો કાર્યવાહી કરવા આદેશ

રાજ્યના અન્ય જિલ્લાઓની માફક વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે. વલસાડ જિલ્લાની બજારો દર રવિવારે બંધ રાખવા આદેશ કરાયો છે. હોમ આઈસોલેશનમાં રહેલા વ્યકિત નિયમોનો ભંગ કરે તો ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.

રાજય અને જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સતત પ્રયત્‍ન કરી રહયું છે. કોવિડ-19ની કામગીરીના ભાગરૂપે કલેકટરની ચેમ્‍બરમાં કલેકટર આર.આર.રાવલે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં કલેકટર રાવલે જણાવ્‍યું હતું કે, દરેક તાલુકામાં નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. શહેરી વિસ્‍તારોમાં વોર્ડવાર ટીમોમાં હેલ્‍થ, નગરપાલિકા, મહેસુલ/ પંચાયતના કર્મચારીઓ દરેક વોર્ડમાં હોમ આઇસોલેશન એવા દર્દીઓની તપાસ કરશે, દર્દીઓ હોમ આઇસોલેશનના નિયમોનું પાલન કરે છે કે નહીં તેની પણ ચકાસણી કરશે. જો દર્દી હોમ આઇસોલેશનમાં પોતાના ઘરે માલુમ નહીં પડે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. દરેક કામગીરી માટે અલગ ટીમોની રચના કરી તેમની કામગીરી ચુસ્‍ત રીતે કામગીરી કરે તેવું આયોજન પણ હાથ ધરાયું છે.

દર રવિવારે જિલ્લાની બજારો બંધ રાખવા આદેશ

જ્‍યાં સુધી કોરોના સંક્રમણને ધ્‍યાને રાખી અને હાલની પરિસ્‍થિતિ જોતાં અન્‍ય આદેશ ન થાય ત્‍યાં સુધી તમામ રવિવારે સમગ્ર જિલ્લામાં બજારો બિલકુલ બંધ રાખવા આદેશ કરવામાં આવ્‍યો છે. જેથી રવિવારે કોઇપણ વેપાર ધંધા, હોટલ, રેસ્‍ટોરન્‍ટ, પાનના ગલ્લા, ટી-સ્‍ટોલ વગેરેના સંચાલકોએ આ બંધમાં સંપૂર્ણ સહયોગ આપવા જિલ્લા કલેકટર આર.આર.રાવલ દ્વારા હદયપૂર્વક અપીલ કરી છે. આ માટે પોલીસતંત્ર દ્વારા રાઉન્‍ડ ધ કલોક કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્‍યા છે.

જિલ્લામાં જિલ્લાકક્ષાની સ્‍ક્‍વોર્ડ અને પોલીસ દ્વારા કોવિડ-19ની ગાઇડલાઇનની અમલવારી માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને ગાઇડલાઇનનું પાલન ન કરનારા ઇસમો સામે દંડાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો