તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:જિલ્લામાં સોનોગ્રાફી મશીનો ચેક કરવા આદેશ

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લા પ્રિનાટેલ ડાયોગ્નોટિક ટેક્નિક્સ એડવાઇઝરી કમિટિની બેઠકમાં હોસ્પિટલોના સોનોગ્રાફી મશીનો ચેક કરવા માટે નિર્ણય કરાયો હતો. જેમાં સીડીએચઓ દ્વારા બંધ હાલતમાં મળતાં મશીનોની યાદી તૈયાર કરી તેના નિકાલ માટે નિયમો મુજબ કાર્યવાહી કરવા સૂચના જારી કરી હતી.વલસાડ જિલ્લા પીસી એન્ડ પીએનડીટીની બેઠકમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચાઓ બાદ સોનોગ્રાફી મશીનોના રજિસ્ટ્રેશન માટે રજૂ કરાયેલી 3 અરજી પૈકી 2 અરજી અને રિન્યુઅલ માટેની 2 અરજીની ચકાસણી કરી મંજૂરી આપી હતી.

સીડીએચઓ ડો.અનિલ પટેલે જિલ્લાના દરેક હોસ્પિટલોમાં મૂકાયેલા મશીનોનું આક્સ્મિક ચેકિંગ કરી સોનાગ્રાફી મશીનો જો બંધ મળી આવે તો તેની યાદી તૈયાર કરવા તાકીદ કરી હતી.તેના નિકાલ માટે પણ નિયમ હેઠળ કાર્યવાહી પૂરી કરવા સૂચના આપી હતી. બેઠકમાં હરિયા સરપંચ અને કમિટિના પૂર્વ મેમ્બર પૂર્વી રાઠોડ, ધ્રુવા બાયફના કલ્પના પટેલ, પિડીયાટ્રિશ્યન ડો.ચિન્ટુ ચૌધરી, સરકારી વકીલ અનિલ ત્રિપાઠી, માઇક્રો બાયોલોજિસ્ટ મેહુલ પટેલ, ડીઆઇઇસીઓ પીપી પટેલ, પ્રોગ્રામ આસિ. પાર્થસિંહ રાવરાણા, તાલુકા હેલ્થ અધિકારીઓ કમલ ચૌધરી, વિજય પટેલ, મહેશ,પ્રકાશ રાઠોડ, મૌનિક પટેલ, રૂપેશ ગોહિલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો