તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:પારનેરામાં પાર્કિંગમાં બાંધકામ મુદ્દે આકારણી રદ કરવા હુકમ

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતે આકારણીનો કરેલો ઠરાવ પણ પ્રતિષેધ કરવા આદેશ

વલસાડના પારનેરા ગામે 3 માળની બિલ્ડિંગમાં નગરનિયોજક દ્વારા મંજૂર કરેલા પ્લાન કરતા વધુ બાંધકામ અને પાર્કિંગની જગ્યામાં બાંધકામ મામલે તાલુકા પંચાયતના ટીડીઓએ ગ્રામપંચાયતે કરેલી આકારણી રદ કરવા સરપંચને હુકમ કર્યો છે. વલસાડના પારનેરા ગામે સર્વે નં.92 પૈકીની જમીનમાં કોઇપણ પ્રકારનું માર્જિન છોડ્યા વિના પાર્કિગની જગ્યામાં દૂકાનોના બાંધકામ મુદ્દે ટીડીઓને લેખિત ફરિયાદ કરી હતી. તેમ છતાં પારનેરા પંચાયત દ્વારા બિલ્ડિંગની આકારણી કરાતાં અરજદારે કાર્યવાહીની દાદ માગી હતી.

આ અંગે તલાટી કમ મંત્રીના સ્થળ નિરીક્ષણમાં બ્લોક નં.સ.નં. 92 પૈકીવાળી નવો બ્લોક નં.સ.નં.1803વાળી બિનખેતીની જમીનમાં વાદગ્રસ્ત બાંધકામ કરવા પૂર્વે નગરનિયોજક પાસેથી નકશા મંજૂર કરાવવામાં આવ્યા ન હતા અને આજુબાજુની જગ્યાનું નિયમોનુસાર માર્જિન જાળવવામાં આવ્યું ન હોવાનો અહેવાલ તલાટીએ રજૂ કર્યો હતો.3માળ તેમજ ભોયતળિયામાં કુલ 5 દૂકાનનું બાંધકામ કરાયું હોવાથી કોઇપ્રકારના પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ ન રહેતા બિનખેતીના ડીડીઓના હકમની શરતોનું ઉલ્લંઘન કરાયું હોવાનું જણાયું હતું.

આ બાંધકામની આકારણી ન કરવા પારનેરા પંચાયતને સૂચના આપવા છતાં નક્શામાં સહિસિક્કા કરી બાંધકામની પરવાનગી આપવામાં આવતાં સરપંચ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ55,104થી તેમને કરવાના થતાં કાર્યો અને ફરજોની અવગણના કરી હોવાનું સામે આવ્યું હતું.આ મુદ્દે ટીડીઓ વિમલ પટેલે પારનેરા પંચાયતની સામાન્ય સભામાં કરેલા ઠરાવોને પ્રતિષેધ કરવા તેમજ આ ઠરાવથી કરવામાં આવેલી બાંધકામની આકારણી રજિસ્ટરેથી કમી કરવા હુકમ કરાતા ભારે સોપો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...