આદેશ:વલસાડ જિ.માં ચોમાસાની આગોતરી તૈયારીનો રિપોર્ટ કરવા તમામ અધિકારીઓને આદેશ

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરે 15 મે સુધીમાં અધિકારીઓએ રિપોર્ટ મોકલવા તાકીદ, અનેક મુદ્દે ચર્ચા કરાઈ

વલસાડમાં કલેકટર અને તમામ સરકારી વિભાગો દ્વારા ચોમાસામાં પૂર સહિતના પ્રશ્નો સામે આગોતરી તૈયારી કરવા પૂર્વ વિસ્તારપૂર્કના રિપોર્ટ કરવા અધિકારીઓને આદેશ કરાયો છે.જેમાં શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ માટે ચીફઓફિસરો અને ગ્રામ્ય માટે ડીડીઓ, પ્રાંત, મામલતદાર, ડિઝાસ્ટર સહિતના અન્ય વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા થઈ હતી.

કલેકટર ક્ષિપ્રા અગ્રેએ ડીડીઓ મનીષ ગુરવાની,એસડીએમ નિલેશ કૂકડીયા સહિત અધિકારીઓની હાજરીમાં ચોમાસા દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ અને પૂર આવે તો રાહત અને બચાવની કામગીરી તેમજ આશ્રય અને ફૂડ પેકેટ- પીવાના પાણી તેમજ કોઇ આકસ્મિક પરિસ્થિતિમાં મુશ્કેલી નહિં પડે તેના આયોજન અને અમલીકરણ અંગે જિલ્લાના તમામ વિભાગો દ્વારા ચોમાસુ-2022 અંતર્ગત કન્ટિજન્સી પ્લાન તૈયાર કરવા આદેશ કર્યો છે.

દરેક વિભાગોના ચોમાસાના કન્ટીજન્સી પ્લાનીંગ અંતર્ગત જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓને તેમનો પૂર વાવાઝોડાનો સુધારેલો એકશન પ્લાન જેમાં વાહન નંબર, ટેલીફોન નંબર, અધિકારી, સ્ટાફના નામ, લેન્ડ લાઇન,મોબાઇલનંબર, લાયઝન અધિકારીનું નામ, સરનામું, ટેલીફોન નંબર તેમજ કંટ્રોલરૂમમાં ફરજ બજાવનાર અધિકારી,કર્મચારીના હુકમની નકલ, તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, ગામોના ગ્રામ્‍ય આપત્તિ વ્યવસ્થાપન પ્‍લાન તાલુકા મામલતદાર કચેરી ખાતે રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ શરૂ કરી તેના ફરજ બજાવણીના હુકમો કરી તેની નકલ મોકલવા તાકીદ કરાઇ છે.

શું તૈયારી કરવા અધિકારીઓને સૂચના આપી
તાલુકામાં વરસાદ માપક યંત્રની ચકાસણી કરી તે મેન્‍યુઅલી છે કે ઓટોમેટિક તેની ખાતરી કરી તેનું પ્રમાણપત્ર રજૂ કરવું, તાલુકામાં આવેલ ડેમ,કેનાલોની ચકાસણી કરવી, ભૂતકાળમાં નુકસાન પામેલ તળાવો અને ભારે વરસાદથી કટ ઓફ થયેલ ગામો,રસ્‍તાઓની વિગતો અને વાહનવ્‍યવહાર માટે વૈકલ્‍પિક માર્ગોના આયોજનની વિગતો, તાલુકામાં આવેલ નદીઓનું ઉદ્‌ગમ સ્‍થાન અને મહારાષ્‍ટ્ર રાજયમાંથી નદી વલસાડ જિલ્‍લામાં પ્રવેશ કરતી હોય તેવા કિસ્‍સામાં રાજયના સંબધિત નદી, ડેમ નિયંત્રણ અધિકારીઓ સાથે સતત સંકલન રાખી તેના ફોન,મોબાઇલ નંબર,ફેકસ નંબરની વિગતો,પૂરની પરિસ્‍થિતિના સમયમાં હોડીઓ,તૈરવૈયા,બચાવ રાહત ટીમની યાદી, ભૂતકાળમાં વરસાદ,પૂર,વાવાઝોડાથી અસરગ્રસ્‍ત થયેલ ગામોની યાદી, તેમજ નગરપાલિકા વિસ્‍તારોમાં ડી- વોટરીંગ પંપ સતત કાર્યશીલરાખવા, વાવાઝોડા,પૂર સમયે અસરગ્રસ્‍તોને સહી સલામત સ્‍થળે ખસેડવાના આશ્રયસ્‍થાનો તથા કામચલાઉ રાહત કેમ્‍પોની યાદી તૈયાર કરીને તેની નકલ ડીઝાસ્‍ટર શાખાને મોકલવા જણાવ્‍યું હતું.

અન્ય સમાચારો પણ છે...