તંત્રની લાલઆંખ:ફાયર NOC ન લેનારી વલસાડની 6 હોસ્પિટલને નવા દર્દી ન લેવા આદેશ

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની વારંવાર તાકીદ છતાં હજી આ હોસ્પિટલ સંચાલકોએ ફાયર સેફટીના સાધનો સહિતની સુવિધા ઉભી ન કરી

ફાયર મામલે હાઇકોર્ટે સરકાર સામે સખત વલણ અપનાવતા પ્રાદેશિક કમિશ્નરે જૂલાઇ માસમાં જિલ્લાની 5 પાલિકાના ચીફ ઓફિસરો સાથે ફાયર એનઓસીના કડક અમલીકરણ મુદ્દે તાકીદની બેઠક બોલાવી ફાયર એનઓસી બીયુસી લેવાની સૂચના છતાં હજી શહેરમાં 6 હોસ્પિટલમાં ફાયર સુવિધા મામલે કોઇ કાર્યવાહી ન થતાં પાલિકાએ નોટિસ ફટકારી છે. જેમાં ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝર સર્ટિફિકેટ ન લેવામાં આવે ત્યાં સુધી હોસ્પિટલોમાં નવા દર્દીઓને દાખલ ન કરવા સૂચના આપવામાં આવતા ફફડાટ ફેલાયો છે.

કોરોના કાળ દરમિયાન રાજ્યની કેટલીક હોસ્પિટલોમાં ભયાનક આગ અને મોતના બનાવો સામે આવ્યા હતા. આ સ્થિતિને નજર અંદાજ કરી શકાય તેમ ન હોવાના તારણ સાથે હાઇકોર્ટે આગના બનાવો રોકવા બિલ્ડિંગો, હોસ્પિટલોમાં ફાયર એનઓસીના નિયમોના અમલીકરણ માટે કડક નિર્દેશ જારી કર્યા હતા. જેને લઇ બે માસ અગાઉ પાલિકાએ બિલ્ડિંગોમાં ફાયર સુવિધાની એનઓસી લેવા સૂચના જારી કરી હતી. છતાં બિલ્ડિંગ માલિકોએ અમલ ન કરતાં બુધવારે વલસાડ પાલિકાના સીઓ જે. યુ. વસાવાએ હાઉસ ટેક્સ સુપ્રિન્ટન્ડન્ટ રમણભાઇ રાઠોડ, સિટી ઇજનેર હિતેશ પટેલ, ફાયર ઓફિસરને સૂચના આપતાં શહેરની 6 હોસ્પિટલ અને 3 હાઇસ્કુલ પ્રજ્ઞા પ્રબોધ વિદ્યાલય,કોસંબા રોડ, જીવીડી હાઇસ્કુલ,ખંડુજી ટેકરા, આવાબાઇ હાઇસ્કુલ,હાલર રોડ ને ગેટ ઉપર પણ આ નોટિસો ચોંટાડી એનઓસી તાત્કાલિક લેવા ફાયર સુરક્ષાની સુવિધાઓ ઊભી કરી પાલિકામાં દસ્તાવેજો રજૂ કરવા તાકીદ કરાઇ છે.

આ હોસ્પિટલોને NOC, બીયુસી લેવા નોટિસ

 • મેડી સેન્ટર,વલસાડ
 • વ્હાઇટ હાઉસ,બેચરરોડ
 • સંસ્કાર હોસ્પિલ,ધરમપુરરોડ શિવકોમ્પલેક્સ
 • શ્રી હોસ્પિટલ,ધરમપુર રોડ
 • વિધિ નર્સિંગ હોમ,હાલર રોડ
 • સંજીવની હોસ્પિટલ,સ્ટેશન રોડ

બિલ્ડિંગો માટે ગુજરાત ફાયર લાયસન્સના આ છે નિયમો

 • 18 મીટરથી વધુ 25 મીટરના મકાનો (ગ્રાઉન્ડ લેવલથી ફલોર સીલિંગ ઉંચાઇ)
 • 25 મીટરથી ઉપર અને 45 મીટર ઉપર સુધીની ઉંચી ઇમારતોમાં પ્રવેશ
 • સંખ્યા
 • પહોળાઇ
 • પ્રકાર
 • બહાર નિકળવાની વ્યવસ્થા
 • ફાયર ચેક ડોરનો ઉપયોગ કરી બહાર નીકળવા રક્ષણ
 • કમ્પાર્ટમેન્ટેશન
 • સ્મોક મેનેજમેન્ટ સિસ્ટમ
 • અગ્નિશામકો
 • ફર્સ્ટ એઇડ હોઝ રોલ
 • ઓટોમેટિક ફાયર એલાર્મિંગ સિસ્ટમ
 • પબ્લિક એડ્રેસ સિસ્ટમ
 • ઓટો સ્પિંકલર સસ્ટમ
 • ઇન્ટરનલ હાઇડ્રેન્ટ સિસ્ટમ
 • પમ્પિંગ સિસ્ટમ
 • અગ્નિશમન માટે કેપ્ટિવ પાણી સિસ્ટમ
 • એક્ઝિટ સાઇનેઝ, લિફ્ટની જોગવાઇ
 • સ્ટેન્ડબાય પાવર સપ્લાયમા સુવિધા જરૂરી

હોસ્પિટલોમાં આ સુવિધાઓ જરૂરી

 • હોસ્પિટલોના પેસેજમાં બે રૂમ સામ સામે હોય તો તેમાં સ્ટેચર આસાનીથી જઇ શકે તેટલી જગ્યા હોવી જોઇએ
 • સ્ટેચરની સાથે વ્યક્તિ લઇ જવા કુલ જગ્યા ઓછામાં ઓછી 10 ફુટ હોવી
 • મુખ્યપેસેજમાં કોઇ આડશ ન મૂકવી
 • સ્ટાફને આગની તાલીમ આપવી
 • ફાયર વિભાગ પાસે દર વર્ષે ફાયર સેફટીની ચકાસણી કરાવવી
 • જરૂરી સંખ્યામાં ફાયર સેફટી સિસ્ટમ ફીટ કરાવવી
 • આગ લાગે ત્યારે વિજપ્રવાહ બંધ કરી દેવાય ત્યારે ફાયર બ્રિગેડની મુવમેન્ટ માટે અલગથી વિજપ્રવાહની વ્યવસ્થા રાખવી

ફાયર લાયસન્સ માટે આ દસ્તાવેજો જરૂરી

 • રાઇટ્સ રેકોર્ડ્સ
 • લેઆઉટ અને બિલ્ડિંગ પ્લાન
 • ગુગલ મેપ ઇમેજ
 • પ્રમાણિત માપણીશીટ/ડીઆઇએલઆર
 • સક્ષમ સત્તા દ્વારા મંજૂર પ્લાન(જો લાગુ પડતું હોય તો)
 • એફિડેવિટ અને અન્ડરટેકિંગ
 • પાવરઓફ એટર્ની (જો લાગૂ પડતું હોય તો)
 • નોટરાઇઝ્ડ ફોર્મ
 • યોગ્ય ઓથોરિટીની એનઓસી( લાગુ પડતું હોય તો)મહેસુલ રેકર્ડ 7/12,6 એ હક્કપત્રક
 • એનએ, ટીપી અને ડીપી પાર્ટ પ્લાન, ઝોનિંગ પ્રમાણપત્ર
 • એફ-ફોર્મ
અન્ય સમાચારો પણ છે...