• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Opposition Tried To Sway The Ruling Party On The Issue Of Late Convening Of The Board In The General Meeting Of The Budget Of Valsad Municipality.

સામાન્ય સભામાં હંગામો:વલસાડ નગર પાલિકાની બજેટની સામાન્ય સભામાં વિપક્ષે બોર્ડ મોડુ બોલાવવાના મુદ્દે શાસક પક્ષને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સભ્યના પતિ નગર પાલિકાનો કારભાર ચલાવી રહ્યા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા
  • નલ સે જલ યોજના હેઠળ કરવામાં આવતી કામગીરીમાં પણ ભ્રષ્ટચારના આક્ષેપ લગાવાયા

વલસાડ નગરપાલિકાની જાન્યુઆરી માસમાં લેવાનારી ફરજિયાત સામાન્ય સભા બોલાવવામાં આવી ન હતી. જેને લઈ બજેટની ખાસ સામાન્ય સભામાં વિપક્ષે હંગામો મચાવી શાસક પક્ષને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ નલ સે જલ યોજના હેઠળ કરવામાં આવતી કામગીરીમાં થતા ભ્રષ્ટચારના મુદ્દે શાસક પક્ષને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. વિપક્ષ સભ્યો દ્વારા આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા.

વલસાડ નગર પાલિકાએ જાન્યુઆરી માસમાં લેવાનારી ફરજિયાત સામાન્ય સભા ન બોલાવવાના મુદ્દે પાલિકાના વિપક્ષી સભ્યોએ પાલિકાને બજેટ બોર્ડમાં હંગામો મચાવ્યો હતો. કેન્દ્ર સરકારની નલ સે જલ યોજના અંતર્ગત નબરી કક્ષાના પાઈપ નાખી કરવામાં આવેલા ભ્રષ્ટચારના મુદ્દે શાસક પક્ષને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પાલિકામાં મહિલા સભ્યોના પતિ દ્વારા કરવામાં આવતી દખલગીરી કરવાના મુદ્દે વિપક્ષી સભ્યોએ હંગામો મચાવ્યો હતો. મહિલા સભ્યોના પતિ દખલગીરી કરતા હોવાથી મહિલા સભ્યોએ રાજીનામું મૂકવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.

નગર પાલિકાની બજેટની ખાસ સામાન્ય સભામાં વિપક્ષી સભ્યોએ હંગામો મચાવ્યો હતો. સાથે બજેટને ભ્રષ્ટાચારવાળું બજેટ જણાવી વિરોધ નોંધાવ્યો હતો. નલ સે જલ યોજના હેઠળ પણ હલકી કક્ષાના પાઈપ નાખવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાથે જાન્યુઆરી માસમાં નાઈટ્રેક્સ કંપનીને પાણીનો કોન્ટ્રાકટ રીન્યુ કરવાના મુદ્દે વિપક્ષી સભ્યોએ શાસક સભ્યોને ભીંસમાં લીધા હતા. જ્યારે જાન્યુઆરી માસની ખાસ સામાન્ય સભા ન બોલાવવા મુદ્દે ઉગ્ર ચર્ચા કરવામાં આવી હતી. વલસાડ SPએ કોમ્બિગ દરમિયાન આપવામાં આવ્યું ત્યારે નગર પાલિકાને ગંદકી સામે કરેલી ટિપ્પણી બાદ તાત્કાલિક સફાઈ થવાના મુદ્દે અને શહેરના કેટલાક વિસ્તારોમાં સફાઈ સહિત ન કરવામાં આવતી કામગીરી અંગે શાસક સભ્યોએ પણ વિરોધ નોંધાવ્યો હતો.

ગત વર્ષ કરતા બજેટનું કદ વધ્યું
2020-21
આવક- રૂ. 82,49,19,715
ખર્ચ- રૂ. 83,29,38,900
2021-22
આવક- રૂ.77,30,95,688
ખર્ચ- રૂ.57,26,93,500
2022-23
આવક રૂ.103,54,35,188
ખર્ચ રૂ.86,76,93,500

મુખ્ય વિભાગોમાં ખર્ચની જોગવાઇ કરાઇ
સ્ટ્રીટલાઇટ - રૂ.9400000, વોટર વર્કસ વિભાગ રૂ.52200000, આરોગ્ય અને વેસ્ટ મેનેજમેન્ટ- રૂ.69290000, પીડબ્લ્યુડી બાંધકામ વિભાગ- રૂ.45972000

નાઇટ્રેક્ષની પાઇપલાઇન મુદ્દે ખોદાણ ચાર્જ કરવા રજૂઆત
પાલિકા સભ્ય નિતેશ વશીએ નાઇટ્રેક્ષ કંપની દ્વારા હવે પારનદીમાંથી વલસાડ અબ્રામા સુધી 1750 મીટરની નવી અલગ લાઇન નાંખી છે જે વલસાડ પાલિકાની હદમાંથી નંખાઇ છતાં ખોદાણ કરવાની રકમ કેમ વસુલવામાં આવતી નથી તેવો સવાલ ઉઠાવ્યો હતો.નલ સે જલ યોજનામાં હાલરમાં હલકી કક્ષાના પાઇપ નાંખવા તથા હજી પાણી મળતું ન હોવાના મુદ્દે રજૂઆત કરતા વોટર વર્કસ ચેરમેન ઉર્મી દેસાઇએ 2 પૈકીની એક ગલીમાં પાણી અપાય રહ્યું છે અને બીજી ગલીને પણ પાણી મળશે તેવીદલીલ રજૂ કરી હતી.

આવા કન્સલ્ટન્ટો બ્લેક લિસ્ટ કરવા માગ
વલસાડ પાલિકાના કન્સલ્ટન્ટો રોકીને લોકભાગીદારી સહિતના જે કોઇ કામો થતા હોય છે તેમાં સમયમર્યાદા જળવાતી નથી પરિણામે કામો ઓવર બજેટ થતાં વધુ ખર્ચ થાય છે.

વેરા વળતર યોજનાનો ઠરાવ મંજૂર
રાજ્ય સરકાર દ્વારા તમામ નગરપાલિકાઓને આઝાદીકા અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત વેરામાં 10 થી 15 ટકા વળતર આપવાના પરિપત્રને આધિન સામાન્ય સભામાં ઠરાવ મંજૂર કર્યો હતો.આ વર્ષે એપ્રિલના નાણાંકિય વર્ષમાં આ વળતર મિલકતધારકોને આપવામાં આવશે.જેનો મોટો લાભ થશે.

વિપક્ષનો બજેટમાં જોગવાઇ સામે પ્રશ્નાર્થ
વિપક્ષ નેતા ગીરીશ દેસાઇએ ઓક્ટ્રોઇ વળતર,વ્યવસાય વેરો,વાહન વેરો,પાર્કિંગ ફી,ગુમાસ્તાધારા લાયસન્સ ફીની અંદાજિત આવકમાં ઘટાડા મુદ્દે રજૂઆતો કરી હતી.જો કે શાસકોએ કોરોનાને લઇ આવકને અસર થઇ હોવાનું જણાવ્યું હતું.

શાકભાજી માર્કેટ 1 કરોડ, ડ્રેનેજ લાઇન 50 લાખ
વલસાડની નવી શાકભાજી માર્કેટ માટે રૂ.1 કરોડની અંદાજિત જોગવાઇ કરવામાં આવી છે.ડ્રેનેજ પાઇપલાઇન માટે રૂ.50 લાખની જોગવાઇ કરાઇ છે.તળાવ ડેવલપમેન્ટ તથા ગાર્ડન માટે રૂ.25 લાખની જોગવાઇ અંદાજાઇ છે.

અન્ય સમાચારો પણ છે...