ખાનગી યુનિવર્સિટીઓને કૃષિ સંલગ્ન અભ્યાસક્રમ શરૂ કરવા માટે કૃષિ વિભાગના અગ્રસચિવ દ્વારા અપાયેલી મંજૂરીનો વલસાડ જિલ્લામાં ભારે વિરોધ ઉઠ્યો છે. સરકારી યુનિ.ના કૃષિ વિદ્યાર્થીઓએ રજૂ કરેલા આવેદનમાં જણાવ્યું છે કે,કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના અગ્ર સચિવે કમિટિઓ બનાવીને ખાનગી યુનિ.ઓની માંગણી સંતોષી શકાય તે મુજબના અનુકૂળ રિપોર્ટ તૈયાર કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.વિસ્તૃત અભ્યાસ કરીને નિષ્ણાતોની કમિટિ દ્વારા જે યોગ્ય અહેવાલ રજૂ કરાયો છે તેને અભરાઇએ ચઢાવી દેવાયો છે.ચોક્કસ પ્રકારના બદઇરાદાથી ખાનગી કૃષિ કોલેજોની મંજૂરીનો માર્ગ મોકળો કરવા માટે કૃષિ સમાજને અન્યાયકર્તા કામગીરી કરી ખેડૂતોના હિતનું રક્ષણ નહિ કરવાનું રાજ્ય સરકારના કૃષિ મંત્રાલય દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હોવાનો પણ વિદ્યાર્થીઓએ આવેદનમાં આક્ષેપ કર્યો છે.કૃષિ અગ્ર સચિવ પોતાની નિવૃત્તિના એક અઠવાડિયા પહેલાં જ મંજૂરી આપી દેવાની શંકાસ્પદ કાર્યવાહી કરી છે જેને સરકારી કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓ સખત શબ્દોમાં વખોડી કાઢી નિષ્પક્ષ કમિટિ બનાવી આ મંજૂરી પ્રક્રિયાની તલસ્પર્શી તપાસ કરવા માગ કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.