તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:વલસાડ પાલિકામાં ભાજપ કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં માજી સભ્યોનો વિરોધ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ કોંગ્રેસ ભાઇ ભાઇના નારા લાગતાં પાલિકામાં ગરમાટો

વલસાડ પાલિકાની બોર્ડની બેઠકના એક દિવસ અગાઉ સોમવારે ભાજપના અને કોંગ્રેસના સભ્યો વચ્ચે મળેલી બેઠક સામે અપક્ષના બે માજી સભ્યોએ ભારે હોબાળો મચાવી વિરોધ કર્યો હતો. વલસાડ પાલિકાની મંગળવારે મળનારી બોર્ડ બેઠક અગાઉ સોમવારે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ વિેગેરેની સંયુક્ત બેઠક મળી હતી.જેમાં પ્રમુખ કિન્નરી પટેલ, ઉપપ્રમુખ કિરણ ભંડારી, ઉર્મી દેસાઇ, પ્રવિણ પટેલ, કારોબારી ચેરમેન ભરત પટેલ સહિત ભાજપના અને કોંગ્રેસના વિપક્ષ નેતા ઉપરાંત સંજય ચૌહાણ તથા સીઓ જે.યુ.વસાવા હાજર રહ્યા હતા.

આ બેઠકમાં કામોના તુમાર સાથે ચર્ચા કરવા સામે સભ્યપદેથી સસ્પેન્ડ થયેલા માજી સભ્ય રાજુભાઇ મરચા પાલિકા પર પહોંચી ગયા હતા.દરમિયાન ભાજપ કોંગ્રેસના સભ્યો બેઠક પૂરી કરી સભાખંડમાથી બહાર નિકળી રહ્યા હતા ત્યારે રાજૂ મરચાંએ ભાજપ કોંગ્રેસ ભાઇભાઇના નારા લગાવ્યા હતા.પરંતું પ્રમુખ,કારોબારી ચેરમેન તથા ભાજપ કે કોંગ્રેસના સભ્યોએ કોઇ પ્રત્યુત્તર આપ્યો ન હતો.રાજુ મરચા સાથે બીજા એક માજી સભ્ય યશેષ માલીએ પણ આ મામલે વિરોધની લાગણી વ્યક્ત કરી હતી.

માજી સભ્ય રાજૂ મરચાનો આપમાં પ્રવેશ
વલસાડ પાલિકાની સામાન્ય સભામાં શિસ્તના ભંગ મુદ્દે સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયેલા અપક્ષના માજી સભ્ય રાજૂ મરચાએ આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કર્યું છે.તેમણે તાજેતરમાં સુરતમાં આપના નેતા મનિષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...