મુલાકાત:વિપક્ષી સભ્યોની પ્રાકૃતિક ખેતી પર ગર્વનર સાથે ચર્ચા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલે વલસાડમાં પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન માટે ખેડૂત સંમેલન માટે સહમતિ આપી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે વલસાડ નગરપાલિકાના વિપક્ષના કોંગ્રેસના સભ્યો ગાંધીનગરમાં મુલાકાતે પહોંચ્યા હતા.જેમાં ખાસ કરીને કોરોના વાયરસના પ્રકોપ સામે પ્રાકૃતિક ખેતી વલસાડ જિલ્લામાં કરવા ઉપર રાજ્યપાલે ભાર મૂકી તે દિશામાં સહિયારા પ્રયાસો કરવા જણાવ્યું હતું.આ સાથે વલસાડમાં ખેડૂતોનું સંમેલન યોજી રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સહમતી દર્શાવી છે.

ગાંધીનગર ખાતે રાજ્યપાલ ભવને પહોંચી વલસાડ પાલિકાના વિપક્ષ નેતા અને કોંગ્રેસના સભ્ય ગીરીશ દેસાઇ, સંજય ચૌહાણ અને તેમની સાથે મોગરાવાડીના કલ્પેશ પટેલ, સુરેશ પટેલ વિગેરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ખાસ મુલાકાત માટે ગાંધીનગર પહોંચ્યા હતા.

આ દરમિયાન રાજ્યપાલને પાલિકાના સભ્યોએ શુભેચ્છા પાઠવ્યા બાદ હાથ ધરાયેલી ચર્ચામાં કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યોએ પ્રાકૃતિક ખેતીનો સંદેશો લોકો સુધી પહોંચાડી તેમને તેની વિશેષતાઓની સમજ આપવા પ્રયાસો કરવા જોઇએ તેવું જણાવ્યું હતું. રાજ્યપાલે સભ્યોને જણાવ્યું કે, રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતી અંગે ચાલતા અભિયાનની સમજ આપી તેનું મહત્વ સભ્યોને સમજાવ્યું હતું.

રાસાયણિક ખાતર અને જંંતુનાશક દવાઓ વિનાના ખોરાકનું મહત્વ વધ્યું છે અને મનુષ્ય સ્વાસ્થ્યની સુરક્ષા માટે કૃષિ ક્ષેત્રે ફરી કુદરતના ખોળે જવાની જરૂરિયાત ઉભી થઇ છે.આ સમયમાં સૌથી ઉત્તમ વિકલ્પ પ્રાકૃતિક ખેતી જીવામૃત, ધનજીવામૃત, આચ્છાદાન, વાફસા, દશપર્ણી, અર્ક વિગેરેના સંયોજનથી કૃષિને પૂન: જીવંત કરી શકાય છે. પ્રાકૃતિક ખેતીથી ખેડૂતને માવજત માટેનો હાલના ખર્ચ કરતા નજીવો ખર્ચ થશે અને ખેતીમાં ઉત્પાદન બમણો થશે તેવી પાલિકાના સભ્યોને રાજ્યપાલે સમજ આપી હતી.

રાજ્યપાલે વલસાડની આબોહવાના વખાણ કર્યા
ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુલાકાત દરમિયાન કોરોના સામે સુરક્ષિત રહેવા પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોનું સંમેલન યોજવા જણાવ્યું છે.આ સાથે તેમણે વલસાડ જિલ્લાની આબોહવાના ભારોભાર વખાણ કર્યા હતા.જિલ્લાની જમીનની ફળદ્રુપતા અને સિંચાઇની સુવિધા ખેતી માટે ખુબ અનુકૂળ છે તેવું જણાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ દોરવા કહ્યું છે.
> ગીરીશ દેસાઇ, કોંગ્રેસના સભ્ય, વિપક્ષનેતા

અન્ય સમાચારો પણ છે...