તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરખાસ્ત:વલસાડ નપાના ચીફ એકાઉન્ટન્ટ સામે વિપક્ષે ઠપકા દરખાસ્ત મૂકી

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 10 કરોડના ચૂકવણાંની વિગત માગતાં ગેરવર્તન કર્યું હતું

વલસાડ નગરપાલિકાના અજમાયશી મહિલા ચીફ એકાઉન્ટન્ટની મનમાની સામે વિપક્ષે મોરચો ખોલ્યો છે. ગુરૂવારે વિપક્ષના સભ્યોએ કોન્ટ્રાક્ટરોને છ માસમાં જ અંદાજે રૂ.10 કરોડના બિલોનું ચૂકવણું કર્યાની વિગતો માગી તો અણછાજતું વર્તન કરતાં મામલો પેચીદો બન્યો છે. આ મુદ્દે શુક્રવારે વિપક્ષના સભ્યોએ નગરપાલિકા અધિનિયમ હેઠળ આ એકાઉન્ટન્ટ વિરૂધ્ધ ઠપકા દરખાસ્ત રજૂ કરતા વિવાદ ઘેરાયો છે.

બિલ પાસ કરવા ઠેકેદારને ઘરે બોલાવતા
સાધનોના મેઇન્ટેનન્સ, કર્મીઓના પગારમાં વિલંભ, બજેટમાં મંજૂર કામોના બિલ જે કમિટિ તથા જે તે ખાતા અને ઓડિટર દ્વારા મંજૂર કર્યા છતાં બિલો પાસ ન કરી કોન્ટ્રાક્ટરોને ઘરે બોલાવતા હોવાની લેખિત ફરિયાદ 27 જૂલાઇ 2020ના રોજ પાલિકાના શાસક અને વિપક્ષના સભ્યોએ સીએમને કરી હતી.

ભાજપ સંગઠને પણ CMને ફરિયાદ કરી હતી
પાલિકાના ભાજપ સત્તાધીશો સાથે પણ સંઘર્ષમાં આવી ચૂકેલા મહિલા એકાઉન્ટન્ટ વિરૂધ્ધ શહેર ભાજપ સંગઠન સમક્ષ ફરિયાદ પહોંચી હતી.જેને લઇ 18 ઓગષ્ટ 2020ના રોજ શહેર સંગઠને એકાઉન્ટન્ટના અણછાજતાં વર્તનને લઇ તાત્કાલિક બદલી કરવા સીએમ વિજય રૂપાણીને પત્ર લખી જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો