રજૂઆત:વલસાડ નગરપાલિકામાં આરોગ્યના વાહનો અને ટેન્ડરિંગ સ્થિતિ મુદ્દે બેઠક બોલાવવા વિપક્ષની માગ

વલસાડ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ,CO અને કારોબારી ચેરમેન સમક્ષ વિપક્ષનો 5 મુદ્દાનો પ્રસ્તાવમાં મુકાયા

વલસાડ નગરપાલિકાના આરોગ્ય વિભાગના સફાઇ કામગીરીના વાહનોની સ્થિતિ,ટેન્ડરિંગ પ્રક્રિયાઓ તેમજ કર્મચારીઓના પ્રશ્ને વિપક્ષે શાસકો સાથે સંયુક્ત બોલાવવાની માગ કરતાં પાલિકાનું રાજકારણ ગરમાયું છે.વિપક્ષે આ તમામ મુદ્દે ચર્ચા હાથ ધરવા પ્રમુખ,ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન સાથે 2 ડિસેમ્બર 2021ના રોજ 5 મુદ્દા સાથે સંયુક્ત બેઠક યોજવાનો પ્રસ્તાવ મૂકતાં અનેક તર્કવિતર્ક ઉઠ્યા છે.

વલસાડ શહેરમાં વિકાસના કામોને વેગ આપવા પાલિકા અધિકારીઓ અને શાસકો સાથે વિચારવિમર્શ કરવા માટે વિપક્ષે ખાસ બેઠક યોજવાનું યોગ્ય માન્યુું છે.જેમાં શહેરીજનોની સુવિધાઓ સહિતના પ્રશ્ને ચર્ચા કરી તેના અમલીકરણમાં સરળતા રહે અને કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ થઇ જાય તેવો અભિગમ હોવાનું જાણવા મળ્યું છે.

પાલિકાની મુદ્દતને હવે એક વર્ષ બાકી રહ્યો છે અને તેમાં ચોમાસું,વિધાનસભાની ચૂંટણી સહિતના દિવસો બાદ કરતા શહેરના વિકાસના કામો માટે પર્યાપ્ત સમય મળી શકશે નહિ તેવી ગણતરીના આધારે અત્યારથી જ કામોનું વ્યવસ્થિત આયોજન કરવા પર ભાર મૂકાઇ રહ્યો છે.જેમાં પાલિકાના તમામ વિભાગોને સાધનો,વાહનોની કોઇ સમસ્યા ન રહે તે પણ જરૂરી છે.

પાલિકાના વિપક્ષ નેતા ગીરીશભાઇ દેસાઇએ કામોની સ્થિતિ જેવી કે તાંત્રિક,વહીવટી,ટેન્ડરિંગ,વર્ક ઓર્ડર તથા આજની સ્થિતિમાં કામોની પરિસ્થિતિ સહિતના પાસાંઓને ધ્યાને લઇ તેમજ આરોગ્ય વિભાગના સાધનો,વાહનોની હાલે કન્ડિશન શું છે તેની પણ જાણકારી અંગે બેઠકમાં ચર્ચા કરવા જણાવ્યું છે.

વિપક્ષે તે માટે પ્રમુખ,ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન સાથે સંયુક્ત બેઠક બોલાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. લાંબા સમયથી પાલિકાની સભા મળી ન હોવાના કારણે અનેક પ્રશ્નો યથાવત રહ્યા છે. જેનો નિકાલ કરવો જરૂરી છે. વાહન ટેન્ડરીંગના મુદ્દે વિરોધપક્ષ લડી લેવાના મૂડમાં હાલ તો દેખાય રહ્યું છે.

વિપક્ષે ચર્ચા માટે આ 5 મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો

  • 2019-20,2020-21માં ગ્રાન્ટોના મંજૂર કામોની હાલની સ્થિતિ
  • કચરા,ગટર સફાઇના ટ્રેકટરો, ટેમ્પા, જેસીબીની વર્કિંગ કન્ડિશન
  • પેન્ડિંગ પેમેન્ટની સ્થિતિ અને તેના પર લીધેલા નિર્ણયો
  • કર્મીઓના પીએૅફ ફંડ ટ્રાન્સફર કરવા, હક્ક રજાના બાકી નાણાં
અન્ય સમાચારો પણ છે...