તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવેરનેસનો અભાવ:જિલ્લામાં 45 પ્લસમાં હજી માત્ર 66 ટકા વેક્સિનેશન

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 4.33 લાખમાં હજી 2.41 લાખનું રસીકરણ, ગામડામાં જાગૃતિ નથી

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,સામૂહિક આરોગ્ય કેન્દ્રો,સ્ટેટ હોસ્પિટલ,સિવિલ હોસ્પિટલો,તાલુકા હેલ્થ કેન્દ્રો કે વિવિધ સોસાયટીઓ,સમાજ દ્વારા આયોજિત કેમ્પોમાં પણ આરોગ્યની ટીમ ખડે પગે ઉભી રહી વેક્સિનેશનમાં જોતરાઇ રહી છે.જેમાં 45 પ્લસની વયજુથના લોકોનું વેક્સિનેશન કરવાની કાર્યવાહી આગળ ધપી રહી છે.જિલ્લામાં 45 પ્લસના 4.33 લાખ લોકોનું વેક્સિનેશન કરવા ટાર્ગેટ અપાયો છે જેમાં અત્યાર સુધી આ વયજૂથના 2.41 લાખ લોકોએ રસી મૂકાવી છે.આ વેક્સિનેશન નક્કી કરાયેલા ટાર્ગેટ સામે ઓછું થયું છે.

ગ્રામ્યમાં વેક્સિનેશન માટે વધુ અવેરનેસ જરૂરી
કોરોના વેક્સિન લેવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં હજી સંકુચિત માનસિકતા પણ તે માટે કારણભૂત બની રહી છે.કેટલાક લોકોમાં હજી વેક્સિનનો ડર ડોકાઇ રહ્યો છે.જેને લઇ આ વર્ગમાં રસીકરણની દરકાર લેવાતી નથી.પરિણામે વેક્સિનેશનના કાર્યક્રમ મુજબના ટાર્ગેટ પર અસર પડી રહી છે.જેને સરભર કરવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હજી અવેરનેસ અભિયાન જારી કરવાની તાતી જરૂરિયાત વર્તાઇ રહી છે.

શ્રમિક વર્ગનું માઇગ્રેશન અવરોધરૂપ
ધરમપુર અને કપરાડા તાલુકામાં જે શ્રમિક વર્ગ છે, જેમાં કારીગરો જિલ્લામાં અન્ય તાલુકાઓમાં માઇગ્રેટ થઇ જાય છે. આવા પરિવારો કામ ચાલે ત્યાં સુધી જે તે વિસ્તારોમાં પહોંચ્યા હોય ત્યાં કામચલાઉ વસવાટ કરે છે. જેને લઇ આવા 40 ટકા પરિવારોને પણ વેક્સિનેશન કરાવવામાં અડચણો આવે છે.

45 પ્લસમાં કેટલું ?
પ્રથમ ડોઝનો ટાર્ગેટ- 433448

  • વેક્સિનેશન- 241322
  • ટકાવારી- 56 ટકા

સેકન્ડ ડોઝનો ટાર્ગેટ- 241322

  • વેક્સિનેશન- 106064
  • ટકાવારી- 44 ટકા
અન્ય સમાચારો પણ છે...