વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયાગામથી બુલેટ ટ્રેન અને એકસપ્રેસ હાઇવે માત્ર 500 મીટરનું જ અંતર છે. બંને પ્રોજેક્ટો એકદમ નજીક જોવા મળી રહ્યાં છે. પારડી તાલુકાનું પરિયાગામ એક એવું ગામ છે કે જે ગામ માંથી બુલેટ ટ્રેન અને એકસપ્રેસ વે બનેં પસાર થઇ રહ્યાં છે. બુલેટ ટ્રેન અને એકસપ્રેસ વે વચ્ચેનું અંતર 500 મીટરનું છે.પરિયાગામનું તળાવનાં કિનારેથી એકસપ્રેસ વે પસાર થઇ રહયો છે.જયારે બુલેટટ્રેન પરિયાગામનું ગ્રામ પંચાયતનાં નજીક થી પસાર થશે.બીજી તરફ પરિયાગામ અને દશવાડા,ચણવઇ જેવા અનેક ગામોથી હજારો વૃક્ષોને કાપી નંખાતા પર્યાવરણને નુકશાન થયું છે.
ગામના ખેડૂતો જમીન વિહોણા બન્યા, કોઈ ફાયદો નહીં
પરિયાગામ માંથી બુલેટટ્રેન અને હાઈવે એક્સપ્રેસ વે બંને પસાર થતાં અમારા ખેડૂતો ખેતીની જમીન વિહોણા થયા અમુક ખેડૂતોની આજીવિકા ખેતી પર નભતી હતી.જેથી પરિયા ગ્રામજનોને કોઈ ફાયદો થયો નથી.ઉલટા નું હજારો વૃક્ષો કપાતા પર્યાવરણ નું નુકશાન થયું છે. - રાજીવ દેસાઈ-પરિયા
જિલ્લાના 3 હજાર ખેડૂતોને સીધી અસર પહોંચી
28 ગામોમાંથી પસાર થશે
48 કિલો મીટરમાં જમીન સંપાદન
7 % એક્સપ્રેસ વેની કામગીરી
35 % બૂલેટ ટ્રેનની કામગીરી પૂર્ણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.