કોરોના મહામારી:જિલ્લામાં વલસાડ અને વાપીમાં માત્ર 2 કેસ, 8 દર્દીઓ સાજા થયાં

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 10 સપ્ટેમ્બરે 2 કેસ નોંધાયા બાદ ફરી સૌથી નીચો આંક

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં ઘટતી રહી છે. દર્દીના આરટીપીસીઆર ટેસ્ટમાં નિકળતાં એક્ટિવ પોઝિટિવ કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. અગાઉ જૂલાઇ માસ દરમિયાન 1 દિવસમાં સૌથી વધુ 28 કેસ જોવા મળ્યા હતા.ત્યારબાદ સૌથી ઓછા કેસોમાં 3 ઓગષ્ટ રક્ષાબંધનના પર્વે 3,10 સપ્ટેમ્બરે 2 અને14 સપ્ટેમ્બરે 2 કેસ નોંધાતા લોકોમાં રાહત જોવા મળી હતી.

ચાલૂ માસ સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં પણ કેસો 5 થી 7ની સરેરાશ વચ્ચે નોંધાઇ રહ્યા હતા.દરમિયાન 28 સપ્ટેમ્બરે જિલ્લામાં ફરીથી માત્ર 2 કેસ મળી આવતાં અચરજ સર્જાયું હતું. જો કે હજી ખાણી પીણીની લારીઓ પર સોશ્યિલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમોની અનદેખી કરવામાં આવી રહી છે જેના પર રોક લગાવવી જરૂરી છે.સોમવારે વલસાડ અને વાપીમાં માત્ર 2 કેસ મળી આવ્યા હતા.જ્યારે 8 દર્દી સાજા થયા હતા.જો કે સોમવારે કોઇ મૃત્યુનો કેસ નોંધાયો ન હતો. જોકે, ખાનગી હોસ્પિટલના કેસો વધી રહ્યા છે.

દમણમાં 8 કેસ જ્યારે દાનહમાં 1
દમણ જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવના વધુ 8 કેસ નોંધાયા હતાં. જ્યારે 9 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દમણમાં અત્યાર સુધીમાં 1200 જેટલા કેસો નોંધાયા છે. જે પૈકી 1164 દર્દીઓ રિકવર થયા છે. દાનહમાં સોમવારે માત્ર 1 જ કોરોના પોઝિટિવનો કેસ નોંધાતા ધીરે ધીરે કોરોના નિયત્રણમાં આવી રહ્યો હોવાનું જણાય છે.

અન્ય સમાચારો પણ છે...