તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વાઘલધર ચેકપોસ્ટથી 14.13 ગ્રામ ચરસ સાથે એક ઝડપાયો

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુંબઈથી વડોદરા બાઈક પર લઈ જતો હતો, 1 વોન્ટેડ

વલસાડ ડુંગરી પોલીસે શનિવારે સવારે દિવાળીના તહેવારને લઈને વાઘલધર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ હાથ ધરી હતી. જેમાં એક બાઈક ન.MH-03-AU-7652ને અટકાવી હતી. પોલીસને જોઈ બાઈક પર બેસેલો યુવક બાઈક પરથી કૂદીને ભાગી ગયો હતો. પોલીસે બાઈક ચાલકને ચેક કરતા તેની પાસેથી 14.13 ગ્રામ મેથા એમ્ફેટામાઇનનો જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. એકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ ડુંગરી પોલીસ હદ વિસ્તારમાં આવેલી વાઘલધર ચેકપોસ્ટ ખાતે દિવાળીના તહેવારને લઈને વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકપોસ્ટ પર CPI એસ આર ગામીત, PSI GV ગોહિલ, સહિત પોલીસ જવાનો ચેકપોસ્ટ પર ચેકીંગ કરી રહ્યા હતા. વાહન ચેકીંગ દરમિયાન મુંબઇ તરફથી આવતી બાઈક ન. MH-03-AU-7652 ના ચાલકને અટકાવવાનો ઈશારો કર્યો હતો. પોલીસનું ચેકીંગ જોઈને બાઇકમાં પાછળ બેસેલો યુવક ચાલુ બાઈકે કૂદીને ભાગી ગયો હતો.

પોલીસ જવાનોએ બાઈક ચાલકને અટકાવી ચેક કરતા તેની પાસેથી 14.13 ગ્રામ મેથા એમ્ફેટામાઇનનો જથ્થો જેની કિંમત. રૂ.1.41 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેની સાથે બાઈક અને રોકડા રૂ. 8 હજાર મળી કુલ 1.69 લાખના મુદ્દામાલ સાથે મહમદ અરબાઝ ફિરોઝ અહમદ શેખ, ઉ.વ.22, રહે. અકોડા, વડોદરાને ઝડપી પાડ્યો હતો. બાઈક પાછળ બેસેલો વડોદરાનો યુવક અમાનત ને વોન્ટેડ જાહેર કરી ડુંગરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો