તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ધમડાચી હાઇવેથી 12.79 લાખના દારૂ ભરેલા ટેમ્પો સાથે એક ઝડપાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દારૂ ભરેલો ટેમ્પો અને તેની સાથ ઝડપાયેલો ચાલક - Divya Bhaskar
દારૂ ભરેલો ટેમ્પો અને તેની સાથ ઝડપાયેલો ચાલક
  • દારૂ મંગાવનાર નવસારીનો સુરજ કુંવર વોન્ટેડ જાહેર કરાયો

વલસાડ LCBની ટીમે ધમડાચી હાઇવે ઉપર સુરત તરફ જતા ટેમ્પાને રૂરલ પોલીસની ટીમે અટકાવી ચેક કરતા ટેમ્પા માંથી 7788 બોટલ દારૂ કિંમત રૂ.12.79 લાખના જથ્થા સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો મંગાવનાર નવસારીના સુરજ કુંવરને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ LCBની ટીમે બાતમી આધારે એક ટેમ્પો નંબર GJ-15-Z-105માં દમણથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે LCBની ટીમે ગુંદલાવ ચાર રસ્તા પાસે બાતમી વાળો ટેમ્પો આવતા LCBની ટીમે ટેમ્પાને અટકાવી ચેક કરતા ટેમ્પામાંથી 7788 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 12.79 લાખ એક મોબાઇલ, અને ટેમ્પો મળી કુલ 18.84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તથા ટેમ્પો ચાલક અશોક હરિભાઈ તાયડેની ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર સુરજ કુંવરને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...