પરિવારમાં માતમ છવાયો:વલસાડના પીઠા ગામમાં શ્રીજીના વિસર્જન બાદ નદીમાં ડૂબી જતા એકનું મોત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાત્રે મૃતદેહ બહાર કાઢી પી.એમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો

વલસાડના પીઠા-સારંગપુર ગામ નજીક પસાર થતી ઔરંગા નદીમા રવિવારે સાંજે કેટલાક ગણેશ મંડળના આયોજકો દ્વારા શ્રીજીની પ્રતિમાંનું વિસર્જન કરવા માટે મંડળના સભ્યો વાજતેગાજતે પીઠા ગામ નજીક પસાર થતી ઔરંગા નદીના કિનારે ગણેશ ભક્તો પ્રતિમાંનું વિસર્જન કરવા આવી પહોંચ્યા હતા. મંડળના સભ્યોએ ગણપતિ બાપા મોરિયાના નાદથી ઔરંગા નદી અને આજુ બાજુનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. મંડળના સભ્યો એક બાદ એક મંડળના સભ્યો શ્રીજીની પ્રતિમાંનું વિસર્જન કરી રહ્યા હતા. જે દરમ્યાન ઔરંગા નદીમા એક વ્યક્તિ ડૂબી ગયો હતો. મોડી રાત્રે મૃતદેહ બહાર કાઢી પી.એમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

શોકની લાગણી છવાઈ
વલસાડ તાલુકાના પીઠા ગામના નિશાળ ફળિયામાં રહેતા 48 વર્ષીય રાજુભાઈ બાબુભાઈ દેવીપૂજક ગણેશ વિસર્જન માટે પીઠ અને સારંગપુર ગામની વચ્ચે આવેલી ઔરંગા નદી પર ગયા હતા. તે દરમિયાન વિશર્જન કર્યા બાદ રાજુભાઈ નદીમાંથી બહાર ન આવતા.મંડળના સભ્યોએ નદીમાં રાજુભાઈની શોધખોળ હાથ ધરી હતી. જેમને કેટલાક સ્થાનિક યુવાનો એ નદીમાંથી હેમખેમ પ્રકારે બહાર કાઢીયા હતાં. આ ઘટના બાદ પીઠા ગામના સરપંચ વિનોદભાઈ આહીર અને કલવાડા ગામના જાગૃત નાગરિક મુકેશભાઈ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની ટીમની મદદ લેવામાં આવી હતી. વલસાડ 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલા ઇસમને ખેરગામની હોસ્પિટલમાં ખસેડયા હતા. ત્યાં ફરજ પરના તબીબે રાજુ ભાઈ દેવીપૂજાકને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોમાં અને પરિવારના સભ્યોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...