• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • One Of The Three Accused Arrested For Smuggling Cows From Valsad RPF Ground Escaped From The Hospital, District Police Said.

આરોપી ફરાર:વલસાડ RPF ગ્રાઉન્ડ પાસેથી ગૌ તસ્કરી કરતા ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો, જિલ્લા પોલીસ દોડતી

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલોસે જિલ્લામાં તાત્કાલિક નાકાબંધી ગોઠવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

વલસાડ નેત્રમ ટીમે 5 ઓક્ટોબરની રાત્રે કેટલાક ઈસમોને કારમાં ગૌ તસ્કરી કરી ભાગતા જોયા હતા. જેથી તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી વલસાડ જિલ્લા પોલીસને એલર્ટ કરી હતી. જિલ્લા પોલીસની નાકાબંધી દરમિયાન RPF ગ્રાઉન્ડ પાસે વલસાડ પોલીસે તસ્કરોની કારને અટકાવવાનો પ્રયાસ કરતાં પોલીસ વાહનને ટક્કર મારી ભાગવા જતા તસ્કરોની કાર પલટી ગઈ હતી અને ચાર આરોપીઓ ભાગી છૂટયા હતા. જે પૈકી વલસાડ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. જે પૈકી બે આરોપીઓની તબિયત લથડતાં તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે પૈકી ગુરુવારે વહેલી સવારે સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ કસ્ટડીમાંથી પોલીસ જવાનોની નજર ચૂકવી એક આરોપી ભાગી છૂટ્યો હતો.

આરોપી ભાગી છૂટ્યાની જાણ વલસાડ જિલ્લા પોલીસની ટીમને થતા જિલ્લા પોલીસે રેલવે સ્ટેશન, બસ ડેપો સહિત જિલ્લા માંથી બહાર જતા તમામ રસ્તાઓ ઉપર નાકાબંધી ગોઠવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ સિવિલ હોસ્પિટલના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લામાં નેત્રમ કમાન્ડ કંટ્રોલની ટીમે 5 ઓક્ટોબરની રાત્રીએ એક કારમાં ગૌ વંશની તસ્કરી કરતા જોવા મળતા કમાન્ડ કંટ્રોલની ટીમે તાત્કાલિક જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી જિલ્લામાં પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. જે દરમ્યન RPF પરેડ ગ્રાઉન્ડ પાસે પોલીસની ટીમે ગૌ વંશની તસ્કરોની કારને પોલીસ જવાનોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પકડાઈ જવાની બીકે ગૌ તસ્કરોએ પોલીસની કાર ઉપર કાર ચઢાવી ભાગવાનો પ્રયાસ કરતા તસ્કરોની કાર પલ્ટી ગઈ હતી અને તસ્કરો કારમાંથી 4 તસ્કરો ભાગી છૂટ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ કરતા મહારાષ્ટ્રના ભીવડીના 3 આરોપીઓને ઝડપી પાડયા હતા. તે પૈકી 2 આરોપીઓ ની તબિયત લથડતા 2 ગૌ તસ્કરોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જે પૈકી એક ગૌ તસ્કર પોલીસ કસ્ટડીમાંથી પોલીસ જવાનોની નજર ચૂકવી સિવિલ હોસ્પિટલમાથી ભાગી છૂટ્યો હતો.

ઘટનાની જાણ પોલીસ જવાનોને થતા જિલ્લા પોલોસની એલર્ટ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના ST ડેપો, રેલવે સ્ટેશન સહિત શંકાસ્પદ વિસ્તારો અને જિલ્લા બહાર જતા તમામ રસ્તાઓ ઉપર પોલીસે સઘન ચેકીંગ વધારી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ જવાનની બેદરકારીથી આરોપી ભાગ્યો
આરોપીના જાપ્તા માટે 4 કોન્સ્ટેબલ,2 હોમગાર્ડ હતા.બુધવારે કો.જિતેન્દ્ર બદસિંહ,હોમગાર્ડ જિગ્નેશ રાઠોડ,ઉમેશ પટેલ રાત્રે 11 થી સવારે 5ની ડ્યુટી પુરી થતાં ગુુરૂવારે વહેલી સવારે 6 વાગ્યે તેઓ જતા રહ્યા હતા.બુધવારે રાત્રે 9 વાગ્યે કોન્સ. જિતેન્દ્ર બદસિંહ ઘરે જમવા ગયા બાદ નહિ આવતાં ફરજ પરના કોન્સ્ટેબલ હિમાંશુંને સવારે 6.30 વાગ્યે બાથરૂમ જવાનું થતાં દરવાજો બહારથી બંધ કરી આરોપી જુનેદ અંસારી ગાયબ થયેલો જણાયો હતો.

બીજા આરોપીને ફ્રેકચર હોય ભાગી ન શક્યો
પોલીસ ઉપર ગાડી ચઢાવી દેવાના પ્રયાસમાં કાર પલટી જતાં ગૌતસ્કરીનો આરોપી જુનેદને શરીરના ગુપ્ત ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે ઇશ્હાક શેખને ડાબા પગમાં ફ્રેકચર થયું હતું.જેને લઇ ફરજ પરના એક માત્ર કોન્સ્ટેબલે દરવાજો બંધ કરી બાથરૂમ ગયા બાદ જુનેદ સિવિલના રૂમની સ્લાઇડિંગ બારી ખોલીને કુદીને ભાગી ગયો હતો.ઘટનાને પગલે પોલીસ બેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...