તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉમરગામથી સુરત, વડોદરા, અમદાવાદ સુધી સિઝન ટિકિટ પર મુસાફરી કરતા પાસહોલ્ડરો માટે રેલવે તંત્રએ લોકલ ટ્રેનો ચાલૂ નહિ કરતાં દ.ગુ.પાસ હોલ્ડર્સ ગ્રુપના પિટીશનરે ફરી એક રિ જોઇન્ડર એફિડેવિટ હાઇકોર્ટમાં દાખલ કરી છે જેમાં રેલવેની રજૂઆત સામે સવાલો ઉભા કરાયા છે.
વલસાડથી અમદાવાદ સુધીના રેલવે સ્ટેશનો પરથી રોજીરોટી માટે દરરોજ 2 લાખથી વધુ પાસ ધારકો સિઝનટિકિટ પર મુસાફરી કરી અપડાઉન કરે છે.જેમાં હજારો નોકરિયાતો, ધંધાર્થીઓ, વિદ્યાર્થીઓ, કામદારો શિક્ષકો અને સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.કોરોનાકારણે કેન્દ્રિય ગૃહમંત્રાલયે કોવિડ-19 માર્ગદર્શિકા સાથે નોટિફિકેશન દ્વારા ટ્રેનો પણ બંધ કરાઇ હતી.જો કે લોકડાઉન હળવા કર્યા બાદ સ્પેશિયલ ટ્રેનો ચાલૂ કરી પરંતું તેમાં લાખો પાસ ધારકોને પ્રવેશની મનાઇ કરાઇ હતી.
આ સંજોગોમાં દક્ષિણ ગુજરાત પાસહોલ્ડર્સ ગ્રુપે હાઇકોર્ટમાં રેલવે વિભાગ સામે રિટપિટીશન દાખલ કરી દ.ગુ.માં દૈનિક અપડાઉન કરનારા પાસધારકો માટે લોકલ 8 ટ્રેનો ચાલૂ કરવા દાદ માગી હતી.જેની સુનાવણીમાં રેલવેના અધિકારી દ્વારા એફિડેવિટ દાખલ કરી ગૃહ મંત્રાલય દ્વારા આવી કોઇ ટ્રેનોની માગણી થઇ નથી અને તેથી રેલવે તેના માટે કંઇ કરી શકે નહિ તેવો જવાબ રજૂ કર્યો હતો.જો પાસધારકો મુસાફરી કરવા માગતા હોય તો રિઝર્વેશન કરાવી શકે છે અને મુસાફરી કરી શકે છે તેવો હાઇકોર્ટમાં જવાબ રજૂ કરતાં પાસધારકોમાં નિરાશા ફેલાઇ ગઇ હતી.આ કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે દ.ગુ.પાસહોલ્ડર્સ ગ્રુપ વતી પિટીશનર નિશિથ એન્જિનીયરે કેસમાં રેલવે વિભાગ સામે રીજોઇન્ડર એફિડેવિટ દાખલ કરી છે.
રેલવેએ એફિડેવિટમાં શું કહ્યું હતુ
સંક્રમણ રોકવા અને ફેલાવો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલાંરૂપ માસિક સિઝન ટિકિટધારકો માટે ટ્રેનો શરૂ કરવામાં આવી નથી.જો ટ્રેન શરૂ કરાય તો સોશ્યિલ ડિસ્ટેન્સિંગનું પાલન થઇ શકશે નહિ અને સિઝન ટિકિટના મોટી ટકાવારી ધરાવતા લોકને ટ્રેનોમાં મુસાફરી કરવા પરવાનગી આપવી સમગ્ર સમાજના હિતમાં નહિ હોય.રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલયની એસઓપી નોટિસો વિગેરેનું પાલન કરવા બધાયેલું છે.જેથી રેલવે વિભાગ અરજદારની માગણી મુજબ ટ્રેનોનું પાલન કરવાની સ્થિતિમાં નથી.
સિઝનટિકિટ ધારકોની માગણીઓ આ છે
પાસધારકો પણ અંતર જાળવી શકે
એફિડેવિટમાં પિટીશનરે રિજોઇન્ડર એફિડેવિટમાં એમ પણ જણાવ્યું છે કે,હાલમાં દોડી રહેલી નિયમિત ટ્રેનોમાં જો લોકો સામાજિક અંતર જાળવી શકે અને માસ્ક પહેરવા વિગેરે જેવા યોગ્ય સલામતીના પગલાં લઇ શકે છે તો રેલ મંત્રાલય માટે એવી આશંકા રાખવા માટે કોઇ કારણ નથી કે,એમએસએમઇ ધારકોનો પણ આવો જ કેસ નહિ હોય.આવી આશંકા પાયાવિહોણી અને ખરાબ રીતે સ્થાપિત અને અતાર્કિક છે.
એફિડેવિટમાં પીટિશનરે આ મુદ્દા ઉઠાવ્યા
ગૃહમંત્રાલયના એમએચએ દ્વારા પસાર કરાયેલા પરિપત્રોમાં ક્યાંય એવું કહેવામાં નથી આવ્યું કે,સિઝન ટિકિટધારકો માટેની ટ્રેનો શરૂ કરવામાં આવી શકે નહિ અથવા આવી ટ્રેનોનું સંચાલન શરૂ કરવા માટે રલવે પર પ્રતિબંધ મૂકશે નહિ.હકીકતમાં પ.બંગાળ અને મહારાષ્ટ્રમાં સિઝન ટિકિટધારકો માટેની ટ્રેનો કાર્યરત છે અને ચાલી રહી છે. મહારાષ્ટ્ર માટે રેલવે મંત્રાલય દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવી નથી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.