તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:વલસાડ ભૂતસર લૂંટ અને હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેરગામમાં દારૂના કેસમાં આરોપીને ઝડપી પડાયો હતો

વલસાડ તાલુકાના ભૂતસર ગામમાં 30 ઓગષ્ટે થયેલી હત્યા અને લૂંટ કેસમાં વધુ એક સહ આરોપીને ખેરગામ પોલીસે દારૂના કેસમાં ઝડપી પાડ્યો હતો. ભૂતસર ગામમાં સોલંકી ફળિયામાં રહેતા નિવૃત શિક્ષકના ઘરે 30 ઑગષ્ટની રાત્રે લૂંટારૂઓ ત્રાટક્યા હતા. નિવૃત શિક્ષકને અણીએ લૂંટ ચલાવી હતી. શિક્ષકની પત્નીનું મોઢું દબાવી હત્યા કરી લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. તે કેસમાં વલસાડ LCB પોલીસે બાતમીના આધારે 11 જેટલા આરોપીઓને લૂંટ અને હત્યાના કેસમાં ઝડપી પાડ્યા હતા.

ટેક્નિકલ એનાલિસિસના આધારે લૂંટ અને હત્યાના ગુનામાં સંડોવાયેલો વધુ એક આરોપી સુનિલ ઉર્ફે સુનિયો પટેલને ખેરગામ પોલીસે દારૂના કેસમાં ઝડપી પાડ્યો હતો. ભૂતસર લૂંટ કેસમાં વોન્ટેડ આરોપીનો ટ્રાન્સફ વોરંટથી કબ્જો મેળવ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીએ લૂંટ અને હત્યા કેસમાં સંડોવાયેલો હોવાની કબૂલાત કરતા 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો