તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ જિલ્લામાં શુક્રવારે માત્ર 1 કેસ નોંધાયો હતો.જેમાં વલસાડ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના એક ડોક્ટર સંક્મિત થયા હતા.જિલ્લામાં કોરોના કેસની સંખ્યા ફરી ઘટતાં લોકોમાં રાહત અનુભવાઇ રહી છે. વલસાડ જિલ્લામાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ બુથો ઉભા કરી કોરોનાની તપાસ કરવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે.વલસાડમાં પણ શહેરના આઝાદ ચોક જેવા ધમધમતા સ્થળે કોરોના ચેકઅપ માટે આરોગ્યની ટીમ કામે લાગી હતી.
શુક્રવારે વલસાડની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના એક 23 વર્ષીય ઇન્ટર્ન ડોક્ટર સંક્રમિત થતાં સારવાર હેઠળ મૂકાયા હતા.આ સાથે અન્ય તાલુકા પારડી, ધરમપુર, વાપી, કપરાડા અને ઉમરગામ તાલુકામાં એક પણ કેસ નહિ નોંધાયો હતો.જેના પગલે દિવાળી નૂતન વર્ષના તહેવાર પહેલાં કેસ ઘટી જતાં લોકોએ હાશ્કારો અનુભવ્યો છે. જિલ્લામાં તહેવારોને લઈ બજારોમાં અને દુકાનોમાં ખરીદી માટે ભારે ભીડ થઈ રહી છે. જેને લઈ સંક્રમણ ફેલાવવાની દહેશત છે.
દાનહમા 1 સંક્રમિત, માત્ર 12 સક્રિય કેસ
દાદરા નગર હવેલીમા કોરોના પોઝિટિવના નવા 01કેસ નોંધાતા આંકડો 1595 પર પહોંચ્યો છે પ્રદેશમા હાલમા વધુ 01કેસ નવા પોઝેટીવ આવ્યા છે ટોટલ 1595કોરોના પોઝિટિવના કેસો થયા છે,જેમાથી 12કેસો સક્રિય છે અને 1580કેસો રીકવર થઇ ગયા છે.અને એકનુ મોત થયેલ છે. નવા 01કંટાઈમેન્ટ ઝોન નકકી કરાયા છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.