તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરતીપુત્રોમાં આનંદની લાગણી:ઉમરગામમાં દોઢ, પારડી-વાપી-વલસાડ 1 ઈંચ વરસાદ

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી વાતાવરણ જામ્યું, સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી

વલસાડ જિલ્લામાં બે દિવસથી ચોમાસું જામ્યું છે. બેઠો વરસાદ થતાં બાકી રહેલી વાવણીમાં ખેડૂતોને ફાયદો થતાં હાલ તબક્કે ખુશીનો માહોલ છવાયો છે. ચાલૂ વર્ષે 17 જૂનથી ‌મેઘરાજાની પધરામણી થતાં ચોમાસું સમયસર બેઠું હતું. પરંતુ ત્યારબાદ 15 દિવસ વરસાદ ખેંચાઇ ગયો હતો. જેના કારણે ડાંગરની ખેતી માટે વાવણીની કામગીરી ખોરંભે ચઢી ગઇ હતી.

શરૂઆતના ત્રણ ચાર દિવસના વરસાદમાં 10 ટકા વાવણી થયા બાદ વરસાદના અભાવે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે હવે બે દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે. જેના કારણે ખેતરો ભીના થતાં વાવણી શરૂ કરાઇ છે. સોમવારે જિલ્લામાં સરેરાશ 1 ઇંચ બેઠો વરસાદ થયો હતો. બપોરથી વરસાદ શરૂ થયો હતો.રાત્રિ અને દિવસ દરમિયાન ઓછોવત્તો અને ખેત ક્યારીઓમાં પાણી જમીનમાં પચે તે રીતે વરસાદ પડ્યો હતો.જિલ્લામાં રવિવારે સાંજે 6 થી સોમવારે સાંજે 6 વાગ્યા સુધી તમામ તાલુકાઓમાં વર્ષા થઇ હતી.

દાનહમા એક ઇંચથી વધુ વરસાદ
સેલવાસમા 30.2 MM એક ઇંચથી વધુ વરસાદ પડયો હતો. ખાનવેલમા 0.5 એમએમ વરસાદ પડયો હતો. સિઝનનો કુલ વરસાદ 480.4 એમએમ 18.91 ઇંચથી વધુ થયો છે.મધુબન ડેમનુ લેવલ 69.25મીટર છે ડેમમા પાણીની આવક 376 ક્યુસેક અને જાવક 462 ક્યુસેક છે.

અન્ય સમાચારો પણ છે...