ક્રિકેટ સટ્ટો:ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા એક આરોપીને પોલીસે 1.42 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વલસાડના હાલર રોડ ડોક્ટર હાઉસની સામેથી સટ્ટો રમતો આરોપી ઝડપાયો
  • પોલીસે અન્ય એક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

વલસાડ સીટી પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી હાલમાં ચાલી રહેલી ઇન્ડિયા ઇંગ્લેન્ડની ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપર ઓનલાઇન હાર જીતનો સટ્ટો રમતા એક યુવકને 1.42 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

વલસાડ સીટી પોલીસના જવાનોને હાલર રોડ ડોક્ટર હાઉસની સામે એક યુવક હાલમાં ચાલી રહેલી ઇન્ડિયા ઇંગ્લેન્ડની ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપર ઓનલાઇન હાર જીતનો સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી. બાતમી મળતાં તાત્કાલિક સીટી પોલીસના જવાનોએ રેડ કરી હતી જેમાં ડોક્ટર હાઉસ સામે બાતમીના વર્ણન વાળો યુવક મોબાઈલમાં કઈક જોઈ રહ્યો હતો. પોલીસે ચેક કરતા યુવક ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી વન-ડે મેચમાં સટ્ટો રમતાં ઝડપી પાડયો હતો.

આરોપી રાહુલ કિશોરમહેતા (ઉ.વ.37, ધંધો વેપારી)ને પોલીસે ચેક કરતા તેની પાસેથી રોકડા રૂપિયા 37 હજાર 730 સાથે એક મોબાઈલ અને બાઈક મળી કુલ 1.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાહુલની સીટી પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં ઓનલાઇન સટ્ટો રમવાનો આઇડી બનાવી આપનાર બીલીમોરા નરેશ ઠક્કરને પોલીસે વોન્ટેડ જાહેર કરી સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ફોનમાંથી ડાયમંડ એક્સચેંજની ID મળી
વલસાડનો રાહુલ મહેતાને ઝડપી પોલીસની ટીમે તેનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ડાયમંડ એક્સચેંજ ડોટકોમનો ID મળી આવ્યો હતો.જે બીલીમોરામાં રહેતો નરેશ ઠક્કર નામના ઇસમ પાસેથી મેળવ્યો હતો તેવું રાહુલે પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું.જેના નામઠામની તેને વધુ જાણ ન હોવાનું કબુલ્યુ હતું.