રજૂઆત:માછીમારોના જખૌ બંદરના પ્રશ્ને પ્રતિનિધિ મંડળના ગાંધીનગરમાં ધામા

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે મત્સ્યોદ્યોગ મંત્રીને રજૂઆત કરી

વલસાડ જિલ્લાની દરિયાઇ પટ્ટી ઉપર માછીમારો સમુદ્ર ખેડી પરિવારજનો માટે આજિવીકા મેળ‌વે છે.જખૌ બંદર સુધી સમુદ્રી સફર ખેડનાર આ સાગરપૂત્રોના પ્રશ્નો માટે ઉચ્ચસ્તરે રજૂઆતો કરવામાં આવ્યા બાદ મંત્રીઓ સુધી તેમની સમસ્યાઓ પહોંચાડવા માટે પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંધ કાર્યરત છે.

જેને લઇ વિવિધ મુદ્દા સહિત જખૌ બંદરનો હાલના પ્રશ્ન માટે ગાંધીનગર ખાતે મત્સ્યોધોગ મંત્રી જીતુભાઇ ચૌધરીનેં રૂબરૂ રજુઆત કરવા માટે શ્રીદક્ષિણ ગુજરાત વહાણવટુ અને મત્સ્યોધોગ સહકારી સંઘ પ્રમુખ ગીરીશકુમાર ટંડેલ શ્રીપશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘ મહામંત્રી ટી.પી ટંડેલ, ઉપપ્રમુખ અમૃતલાલ, જખૌ બોટ એસોસિએશન પ્રમુખ નરસિંહભાઇ તથા જખૌ બંદર પર વ્યવસાય કરતાં રહેલા જખૌ, કોટડા, કોડીનાર, માધવણ, વેરાવળ, ઊનાના માછીમારોની સમસ્યાઓના નિવારણ માટે મત્સ્યોધોગ મંત્રી જીતુભાઇ ચૌધરી સાથે મુલાકાત કરી માછીમારોના પ્રશ્ર્નોના ઉકેલ માટે રજુઆત કરી માછીમારની એકતાના દર્શન કરાવ્યા હતા. માછીમારોને જખૌ બંદરે મુશ્કેલઓ ઉભીથઈ છે અને રાજ્યના કાંઠાના વિસ્તારોથી માછીમાર ધંધો કરવા માટે જખૌ બંદરે જાય છે જ્યાંના પ્રશ્નોના ઉકેલ માટે દક્ષિણ ગુજરાત વહાણવટુ અને મત્સ્યોધોગ સહકારી સંઘ,પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘે સહકારના સૂત્ર સાથે માછીમાર એકતા જ દરિયાઈ સુરક્ષા છે જેવા ઉદ્દેશ્યનો સૂર વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...