તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • On The Last Monday Of The Month Of Shravan, In The Shivalayas Of Valsad, The Devotees Performed The Anointing And Service Worship Of The Lord And The Shivalayas Resounded With The Sound Of Har Har Bhole.

શિવ ભક્તો:શ્રાવણ માસના છેલ્લા સોમવારે વલસાડના શિવાલયોમાં ભક્તોએ ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી ધન્યતા અનુભવીહર હર ભોલેના નાદથી શિવાલયો ગૂંજયા

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તડકેશ્વર મંદિર અસ્થાનું કેન્દ્ર બન્યું
  • શિવમંદિરોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

પવિત્ર શ્રાવણ માસ સોમવારથી પ્રારંભ થયો હતો અને પૂર્ણાહુતિ પણ આજે સોમવારે થશે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોએ એક મહિના સુધી શિવજીની પૂજા અર્ચના અને આરાધના કરી ભોળાનાથને રિઝવ્યાં હતા. વલસાડ જિલ્લાના શિવ ભક્તોએ જિલ્લામાં અને દેશમાં કોરોના મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી. શ્રાવણના છેલ્લા સોમવારે અને સોમવતી અમાવસે વલસાડ શહેર સહિત સમગ્ર જિલ્લાના શિવમંદિરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના શિવ મંદિરોમાં વિવિધ આગી કરવામાં આવી હતી. જેના દર્શનનો લાભ ભવિક ભક્તોએ લીધો હતો.

વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યાશ્રાવણ માસના છેલ્લા સોમવારે વલસાડ શહેરમાં તડકેશ્વર, બરૂમાળ મહાદેવ, ભીડભંજન મહાદેવ સહિતના શિવમંદિરોમાં શિવભક્તો વહેલી સવારથી જ ભગવાનને બિલિપત્ર દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આમ શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં હરહર ભોળાનાથ અને ઓમ નમઃ શિવાયના નાદ ગુજયો હતો.

મહામૃત્યુંજય મંત્રની અખંડ ધૂન સાથે શ્રાવણ માસને અપાશે વિદાયશહેરના ભીડભંજન મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. સોમવારના રોજ શ્રાવણ માસના અંતિમ દિન નિમિત્તે એટલે કે સોમવતી અમાવસ્યાના દિને ભગવાનને મહામૃત્યુંજય મંત્રની અખંડ ધૂન સાથે સ્મશાનની અસલ ભસ્મની આરતી સાથે પવિત્ર શ્રાવણ માસને વિદાય આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...