ચૂંટણી:વાપી નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં અંતિમ દિવસે 172 ઉમેદવારીઓ ફોર્મ ભર્યા

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BJPના ડમી સાથે 88 ઉમેદવાર અને કોંગ્રેસ 44 ઉમેદવાર આમ આદમી પાર્ટીમાંથી ડમી સાથે 26 અને અપક્ષ મળી કુલ 172 ઉમેદવારો નોંધાયા
  • નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક ઉપર સામાન્ય ચૂંટણી 28 નવેમ્બરે યોજાશે

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થતા વાપી નગરપાલિકાના રાજકારણમાં ગરમાટો આવ્યો હતો. વાપી નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક ઉપર સામાન્ય ચૂંટણી 28 નવેમ્બરે યોજાનાર છે. જેથી વાપી નગરપાલિકાના રાજકારણમાં ગરમાટો આવ્યો હતો. વાપી નગરપાલિકામાં હાલ BJP 41 બેઠક મેળવી સત્તાની કમાન્ડ પોતાના હાથમાં રાખી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 3 બેઠક મેળવી હતી.

પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારી રહ્યું છે. નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે કુલ 164 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અને 12 નવેમ્બરે 8 ઉમેદવારો મળી કુલ 172 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં BJPમાંથી ડમી ઉમેદવાર સાથે કુલ 88 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, કોંગ્રેસમાંથી કુલ 44 ઉમેદવારો, આમ આદમી પાર્ટીએ 26 બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી.

બાકીની અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. વાપીમાં BJPના બાગી કાર્યકરોને ફોમ ભરતા અટકાવવા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં બાગી કાર્યકરો સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. BJP માટે બાગી ઉમેદવારોને સાથે રાખીને ચૂંટણી જીતવી માથાનો દુખાવો બની રહેશે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ તમામ બેઠકો જીતવાનો દાવો વ્યક્ત કર્યો છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ નગરપાલિકા ઉપર સત્તા હાંસલ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે

અન્ય સમાચારો પણ છે...