• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • On The Last Day Of Registration Of Candidature For General Election Of Vapi Municipality, Mamlatdar's Office Jammed The Crowd Of Candidates And Supporters.

ચૂંટણીની ધમાસાણ:વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીએ ઉમેદવારો અને સનર્થકોની ભીડ જામી

વલસાડ20 દિવસ પહેલા
  • BJPના બાગી ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે: જિલ્લા પ્રમુખ

વલસાડ જિલ્લાના વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણી 28 નવેમ્બરના રોજ યોજાનાર છે. વાપી નગર પાલિકાની 44 બેઠક ઉપર 196 ઉમેદવારોએ BJPમાંથી ટિકિટની માંગણી કરી હતી. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા 44 ઉમેદવારોની યાદી ગત રોજ મોડી સાંજે જાહેર કરવામાં આવી હતી. સાથે બાકી રહેલા ટીકીટ ઇચ્છુક ઉમેદવારો પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી શકે તેમ હોવાથી જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ બાગી કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ ચીમકી ઉચ્ચારી છે.

વાપી મામલતદાર કચેરીએ નગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે મામલતદાર કચેરી ખાતે BJP, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવવા આવ્યા હતા. મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભીડ જોવા મળી રહી હતી.

વાપી નગર પાલિકાની 28 નવેમ્બર એ ચૂંટણી યોજવાની છે ત્યારે આજરોજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તરીખ હોવાથી ભાજપ કોંગ્રેસ સહિત આપ અને અપક્ષ દ્વારા અહીં ઉમેદવારો ની ભીડ જોવા મળી હતી અને ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી

આ ચૂંટણી માં ભાજપ દ્વારા 44 બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને ચૂંટણી જીત નો દાવો કર્યો છે તો પાર્ટીથી નારાજ બાગી કાર્યકરો પણ અન્ય પક્ષ કે અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવે તેમ દેખાઈ રહ્યું છે. જેથી જિલ્લા ભાજપ પ્રમુખે ભાજપના કાર્યકરો BJP વિરૂદ્ધ ઉમેદવારી નોંધાવશે તો પાર્ટી કાર્યવાહી કરશે તેવું જિલ્લા પ્રમુખ એ જણાવ્યું હતું.

ભાજપે જિલ્લા પ્રમુખની હાજરીમાં જ કેટલાક બાગી કાર્યકરોએ BJP વિરુદ્ધ ફોર્મ ભર્યા હતા. જેમાં ઉમેદવારોમાં મુસ્લિમ મહિલાઓએ પણ BJPમાંથી ઉમેદવારી પત્રકો ભરવ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ એ પણ આ વખતે પરિવર્તન આવશે અને કોંગ્રેસ જીતશે તેમજ ભાજપથી કંટાળેલા લોકો કોંગ્રેસનો સાથ આપશે તેમ કોંગ્રેસે પણ જીતનો દાવો કર્યો હતો.

આ ચૂંટણીમાં બે દિવસમાં અપક્ષ અને આપ તેમજ કોંગ્રેસ અને ભાજપ એ ફોર્મ ભર્યા છે. તેમાંમ પક્ષ જીતનો દાવો કરી રહ્યું છે. ત્યારે 11 વોર્ડની 44 બેઠક વાળી વાપી નગરપાલિકા પર ભાજપનો કબજો હતો. 41 બેઠક મેળવી હતી.

આ વખતે 44 બેઠક સાથે વાપી નગર પાલિકાની તમામ બેઠકો ઉપર જંગી બહુમતી સાથે BJPના ઉમેદવારોનો જીતનો દાવો કર્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસ પાસે 3 બેઠકો હતી અને તેમને પણ પરિવર્તન આવશેની આશા વ્યક્ત કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું 30 નવેમ્બરના રોજ પાલિકા ચૂંટણીના રિજલ્ટના દિવસે કોના દાવા કેટલા સાચા પડશે અને કોણ ઘરે જશે.

અન્ય સમાચારો પણ છે...