વિરોધ પ્રદર્શન:વલસાડમાં શિક્ષકોને અન્યાય મુદ્દે જિ. પ્રાથમિક શિક્ષકોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોએ પ્લેકાર્ડ લઇને શિક્ષક સદન ખાતે શિક્ષકોનો મોરચો લઇ ને માંગણી રજૂ કરી

વલસાડમાં હાલર રોડ પર શિક્ષક સદન ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે મોરચો માડી શિક્ષકોને થઇ રહેલા અન્યાય મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું મોટાપાયે આયોજન કર્યું હતું.જેમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં શિક્ષકો વિરૂધ્ધની અન્યાયી નીતિ દૂર કરવા ઉગ્ર માગણી કરવામાં આવી હતી.

વલસાડ ખાતે આવેલા હાલરમાં શિક્ષક સદનના પરિસરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ સમગ્ર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પ્લેકાર્ડ લઇને ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં જોડાઇ ગયા હતા.જેમાં પ્રાથમિક શિક્ષકો માટેની નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માગ કરી હતી. આ સાથે 7માં પગાર પંચના લાભો સૌ શિક્ષકોને સમાન રૂપે આપવા, બદલીના નવા નિયમો અંગે રજૂઆતો કરવામાં આવી હતી.છેલ્લા 15 દિવસથી જિ. પ્રાથમિક શિક્ષકો પડતર પ્રશ્નોના નિરાકરણની માગણી સાથે આંદોલનના માર્ગે જઇ રહ્યા છે.

જિલ્લાના દરેક તાલુકા મથકોએ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યા બાદ સોમવારે જિલ્લા સ્તરે વલસાડના હાલર ખાતે શિક્ષક સદનના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું.જેમા જિલ્લાભરના પ્રાથમિક શિક્ષકો અને શિક્ષિકાઓએ હાથમાં પ્લેકાર્ડ લઇ વિવિધ સૂત્રો પોકારી વિરોધ નોંધાવ્યો હતો.આ વિરોધ પ્રદર્શનમાં જિ. સંઘના પ્રમુખ ગોકુળભાઇ પટેલ, મહામંત્રી રાજેશ પટેલ હાજર હતાં.

પ્રાથમિક શિક્ષકોની માગણી શું છે
જૂની પેન્શન યોજના ચાલૂ કરો,તાલુકા બહાર વધમાં ગયેલા શિક્ષકોને પરત તાલુકામાં લાવો, તાલુકા શિક્ષણ કચેરીઓમાં ખાલી જગ્યા ભરો, કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી આપો, એસપીએલ રજાનો પ્રશ્ન, બોન્ડની મર્યાદા ઘટાડવા, એચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમ સેટ અપની સંખ્યા સુધારો

શિક્ષકોને અન્યાય મુદ્દે રાષ્ટ્રિય સ્તરે પ્રદર્શનો પણ કરવામાં આવશે
પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં શિક્ષકને નિવૃત થયા બાદ તેને પગારના 50 ટકા આપવામાં આવે છે.જ્યારે નવી પેનશન યોજનામાં માત્ર રૂ.2000થી 4000 સુધી મળશે.કોરોનાને લઈ સીસીસી પરીક્ષા લેવાયેલી ન હોવાથી 31 ડિસેમ્બર 2021 પછી મુદ્દતમાં વધારો કરવા સહિતના અનેક પ્રશ્ને રાષ્ટ્રિય સ્તરે વિરોધ પ્રદર્શન થશે. >ગોકુળ પટેલ,પ્રમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ

અન્ય સમાચારો પણ છે...