અકસ્માત:હાઈવે પર ટ્રક અડફેટે ઇજા ગ્રસ્તનો પગ કાપવાની નોબત

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવ ફળિયાના યુવકને જીવનભર અપંગ થવાની બીકથી ચિંતા
  • પત્નીને લેવા માટે અબ્રામા વાવ ફળીયા જતી વેળા અકસ્માત

વલસાડ હાઇવે પર ટ્રક અડફેટે ઇજાગ્રસ્ત થયેલા રાહદારીનો પગ કપવાની નોબત આવી છે. વલસાડના અ્બ્રામા વાવ ફળિયામાં રહેતા વિમલ સૂર્યક્રાન્ત પટેલ તેમના મિત્રો સાથે હાઇવે પર હોટલ પાસે હતા ત્યારે એક્સિડન્ટનો અવાજ આવતા તેઓ ત્યાં સ્થળ પર જોવા માટે પહોંચ્યા ત્યારે વિમલના ફુવા સંતોષભાઇનું જ એક ટ્રકે અડફેટમાં લઇ અકસ્માત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.જેમાં સંતોષભાઇનો જમણો પગ ટ્રકના ટાયર નીચે દબાઇ ગયો હોવાનું જોતાં તાત્કાલિક મિત્ર રવિનદ્ર મહાકાલે 108માં સંતોષને વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જ્યાં ડોકટરે પગ જોતાં ગંભીર ઇજા થવાથી પગ કાપવો પડશે તેવું કહ્યું હતું.જેને લઇ પરિવારજનો ચિંતામાં મૂકાઇ ગયા હતા.ટ્રક ચાલકને સર્વિસ રોડ ઉપર ઉભો રાખી દેવામાં આવ્યો હતો.આ કેસમાં સંતોષભાઇ સાંજે 6 વાગ્યે તેમની પત્નીને અબ્રામા વાવ ફળિયા ખાતે લેવા માટે પગપાળા જઇ રહ્યા હતા ત્યારે હાઇવે ક્રોસ કરતા સુરત તરફથી એક પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકચાલકે સંતોષ ભાઇને અડફેટમાં લેતા આ અકસ્માત સર્જાયો હતો.જે અંગે વિમલ પટેલે ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...