તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ અજાણ:દાદરા નગર હવેલીમા નાઈટ કરફ્યુના પહેલા દિવસે પોલીસ વિભાગ ઊંઘતું ઝડપાયુ

દાદરા નગર હવેલીએક મહિનો પહેલા
  • તમામ રસ્તાઓ ઉપર પોલીસ કાફલો જોવા મળ્યો નહીં
  • દમણમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

દાદરા નગર હવેલીમાં વધતું જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સંઘ પ્રદેશના ઉચ્ચ અધિકારીઓની ગુરૂવારે મળેલી એક બેઠકમાં દાદરા નગર હવેલી અને દિવ-દમણમાં શુક્રવારથી નાઈટ કરફ્યુ રાત્રે 10થી સવારે 5 સુધી કારફ્યુનો અમલ કરાવવા દાદરા નગર હવેલી અને દિવ દમણના પોલીસ વિભાગને જાણ કારવામાં આવી હતી. તેમ છત્તા શુક્રવારે રાત્રે દાદરા નગર હવેલીનું પોલીસ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું.

નાઈટ કરફ્યુ હોવા છત્તા એકપણ ચાર રસ્તાઓ ઉપર એક પોલીસ જવાન દેખાતો ન હતો. જ્યારે દમણ ખાતે ચેક કરતા દમણની તમામ દુકાન સંચાલકોને રાત્રે 9:30 પહેલા દુકાન બંધ કરવા નાઈટ કરફ્યુના પ્રથમ દિવસે ચુસ્ત અમલ પોલીસ વિભાગ દ્વારા કરાવવામાં આવ્યો હતો. દાદરા નગર હવેલીના પોલીસ વિભામાં પૂછતાં તેઓ નાઈટ કરફ્યુના આદેશથી અજાણ હોવાનું જોવા મળ્યું હતું. જેથી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો ન હોવાનું દિવ્ય ભાસ્કર ડોટ કોમની ટીમને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રસાશન દ્વારા પ્રદેશમા કોરોનાના કેસો વધવાને કારણે અગમચેતીના પગલારૂપે રાત્રે 10થી સવારે 5 સુધી નાઈટ કરફ્યુનો ઓર્ડર કરવામા આવ્યો હતો. પરંતુ મળેલ જાણકારી મુજબ દાનહ પોલીસને આ જાહેર નામા બાબતે અજાણ હોવાથી કરફ્યુના પાલન બાબતે પોલીસનો બંદોબસ્ત માટેનો કોઈ જ ઓર્ડર આવ્યો નથી. જેથી નાઈટ કરફ્યુના પહેલા દિવસે જ ખુલ્લેઆમ વાહન ચાલકો ફરતા જોવા મળી રહ્યા છે.

હાલમા તો એવુ લાગી રહ્યુ છે કે, પ્રસાશન દ્વારા જે નાઈટ કરફ્યુનો ઓર્ડર કર્યો છે. એનુ સુરસુરયુ થઈ ગયુ છે. જ્યારે દમણમાં નાઈટ કરફ્યુનો અમલ થતા જોવા મળ્યો હતો. રાત્રે 9:30 પહેલા દમણની તમામ દુકાનો, બાર અને રેસોરેન્ટ બંધ કરી દેવા સૂચના આપવામાં આવે હતી. જેને લઈને રાત્રે 9:30 કલાકે બજાર બંધ થઈ ગયા હતા. અને રાત્રે 10 કલાકથી કરફ્યુનો ચુસ્ત અમલ થતો જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો