• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • On Janmashtami Day, The Treatment Of The Newborn Baby Found In Solasumba, Umargam, Completed, The Team Of Valsad CWC Sent The Baby Home.

CWCની ટીમે બાળકનો કબ્જો મેળવ્યો:જન્માષ્ટમીના દિવસે ઉમરગામના સોળસુંબામાં મળેલા નવજાત બાળકની સારવાર પૂર્ણ, વલસાડ CWCની ટીમે બાળકને ગૃહમાં મોકલ્યું

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફૂલ જેવા બાળકને જોઈ CWC ચેરપર્સને બાળકને વહાલ કરીને બાળ ગૃહ ખાતે ખસેડયું
  • જન્માષ્ઠમીના દિવસે મળેલા બાળકનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું

લસાડ જિલ્લાના ઉમરગામના સોળસુંબા ખાતે આવેલા એક વિસ્તારમાં ઇટના ઢગલા પાસે એક થેલીમાં નવજાત બાળકને ત્યાજેલી હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા સ્થાનિક લોકોએ બાળકના માતાપિતાની શોધખોળ હાથ ધરી હતી. બાળકના માતા પિતા ક્યાંય ન મળતા ઉમરગામ પોલીસને બાળક સોંપવામાં આવ્યું હતું. ઉમરગામ ખાતે 2 દિવસના નવજાત બાળકને પ્રાથમિક સારવાર માટે રાખવામાં આવ્યું હતું. બાળક સ્વરસ્થ સ્થતા આજરોજ બાળકને વલસાડ CWCની ટીમ સમક્ષ બાળકને રજુકરવામાં આવ્યું હતું. અને CWCની ટીમે બાળકનો કબ્જો મેળવીને બાળકને બાળ ગૃહમાં મોકલવામાં આવ્યું હતું.

18મી ઓગષ્ટના રોજ બાળક મળ્યું હતું
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે આવેલા નવ નિર્મિત એક મકાનના ઇટના ઢગલા પાસે એક પ્લાસ્ટિકની થેલીમાં 2 દિવસના નવજાત બાળકને 18મી ઓગષ્ટના રોજ તરછોડી જનેતા જતી રહી હતી. નવજાત બાળકનો રડવાનો અવાજ આવતા સ્થાનિક લોકો અને રાહદારીઓ બાળકના આવતા અવાજની દિશા તરફ શોધખોળ કરતા એજ પ્લાસ્ટિકની થેલીમાંથી 2 દિવસના નવજાત બાળક પ્લાસ્ટિકની થેલીમાં તરછોડી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું. ફૂલ જેવા બાળકના માતા પિતાને આજુબાજુના 1 કિમિ વિસ્તારમાં સ્થાનિક લોકો અને રાહદારીઓ શોધખોળ કરવાના પ્રયાસ કર્યો જ હતો, પરંતુ બાળકના માતા પિતા કોઈ મળ્યું ન હતું.

CWCની ટીમે બાળકનો કબ્જો મેળવી ગૃહમાં મોકલ્યું
થેલીમાં ત્યાંજી દેવાયેલી હાલતમાં 2 દિવસના ફૂલ જેવા સુંદર નવજાત બાળક મળી આવ્યું હોવાની જાણ આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોને થતા ફૂલ જેવા બાળકના માતા પિતાને શોધવા સોશ્યલ મીડિયાનો પણ સહારો લીધી હતો. ઘટનાની જાણ ઉનારગામ પોલીસની ટીમને થતા ઉમરગામ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નવજાત બાળકને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેવામાં આવ્યું હતું. ઉમરગામ પોલીસે બાળકનો કબજો મેળવી પ્રાથમિક સારવાર પૂર્ણ થયા બાદ નવજાત બાળકને વલસાડ CWCની ટીમ સમક્ષ રજૂ કર્યું હતું CWCની ટીમે બાળકનો કબ્જો મેળવી વધુ જતન માટે નવજાત બાળકને ગૃહમાં મોકલી આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...