બે કલાકે ફસાયેલા લોકોને બહાર કઢાયા:વલસાડના અતુલ હાઇવે પર ડમ્પરને પાછળથી ટેમ્પોએ ટક્કર મારી, ચાર લોકો ટેમ્પોમાં ફસાયા, એકનું મોત

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

વલસાડના અતુલ હાઈવે નંબર-48 ઉપર મુંબઈથી સુરત જતા હાઇવે ઉપર આવેલા મહાદેવ ઢબાની સામેં ડમ્પર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ફસાયેલા ચાર લોકોને બે કલાકની મહેનત બાદ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ચાર જેટલા લોકો કેબીનમાં ફસાયા હતા
ડમ્પરના પાછળના ભાગે આઇસર ટેમ્પો ઘૂસી જતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં આઇસર ટેમ્પોમાં બેસેલા ચાર જેટલા લોકો કેબીનમાં ફસાયા હતા. જેઓને આજુબાજુના સ્થાનિક લોકો અને હાઇવે ઉપરથી પસાર થતા રાહદરીઓ દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

યુવતીનું મોત
ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા વલસાડ રુલર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. ફસાયેલા લોકોને સ્થાનિકો અને રાહદરીઓની મદદથી બહાર કાઢી એબ્યુલ્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં એક યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...