અગ્નિવીર ગૌ સેવા દળ વલસાડ દ્વારા સંચાલિત "ગૌ ધામ"ના લાભાર્થે આગામી તારીખ 11 માર્ચ 2023ના રોજ "પરમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુજવા પાથરી" ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય કલાકાર તરીકે ભજન સમ્રાટ કિર્તીદાન ગઢવી તેમજ સુર સમ્રાગીની વનિતાબેન પટેલ ડાયરાની રમઝટ બોલાવશે. ગૌ ભક્તોને ડાયરામાં પધારવા આમંત્રણ અપાયું છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ નાણાપ્રધાન કનુ દેસાઈ ખાસ ઉપસ્થિત રહેશે.
વલસાડ તિથલ રોડ ખાતે અગ્નિ વીર ગૌ રક્ષક દળ દ્વારા સંચાલિત ગૌ ધામના લાભાર્થે 11 માર્ચના રોજ એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌ ધામ ખાતે શહેરમાં રખડતા ગૌ વંશ અને ઇજા ગ્રસ્ત ગૌ વંશની સારવાર કરવામાં આવી રહી છે. વલસાડ અગ્નિ વીર ગૌ રક્ષક ટીમ દ્વારા છેલ્લા 1 વર્ષથી ગૌ ધામની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 170 ગૌ ધનને આશ્રય આપી સેવાની સુવાસ ફેલાવી રહ્યું છે. વલસાડમાં રખડતા પશુઓને સાચવવા ગૌ ધામ બનાવવામાં આવ્યું છે. જેના લાભાર્થે 11 માર્ચના રોજ એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી આસપાસ રહેતા પશુઓના દર્દ અને પીડાની સંવેદનશીલતાને ખરા અર્થમાં વલસાડની અગ્નિવીર ગૌસેવા દળે સાર્થક કરી છે.
15 વર્ષથી આ સંસ્થા દ્વારા રખડતા ગૌવંશ, કૂવા પડેલી ગાય કે અકસ્માતનો ભોગ બનેલા ગૌધનની સારવાર કરવામાં આવે છે. રખડતા ગૌવંશની પ્રાથમિક સારવાર પણ કરવામાં આવે છે. વલસાડ ગૌ ધામ ખાતે યોજાનાર લોક ડાયર અંગે એક પત્રકાર પરિસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગડાવડા ગામના ઉપસરપંચ બકુલભાઈ રાજગોરને અગ્નિવીર ગૌસેવા દળના વલસાડ જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ ચૌહાણે સંબોધન કર્યું હતું. આગ્રણીઓએ વિગત આપતા જણાવ્યું હતું કે, તીથલ રોડ પર વાંકી નદી પાસે કામચલાઉ ધોરણે નિઃશૂલ્ક જમીન ફાળવવામાં આવી છે. જ્યાં હાલમાં 170 પશુનો નિભાવ ખર્ચ દાતાઓના સહયોગથી પુરો પાડવામાં આવી રહ્યો છે. આ અંગે દળના પ્રમુખ દિનેશભાઈ ચૌહાણે જણાવ્યું કે, 170 પશુધન માટે રોજના રૂ. 15,000નો 2 થી 3 ટન લીલો ચારો લાવવામાં આવે છે. જે વાછરડા-વાછરડીની ગૌ માતા ન હોય તેના માટે રોજના 6થી 8 લીટર દૂધ વેચાતુ લાવવામાં આવે છે. અહીં 30 દૂધાળી ગાય છે પરંતુ તેનુ તમામ દૂધ તેના બચ્ચાને જ પીવડાવી દેવામાં આવે છે. જિલ્લામાં 400 થી 500 જેટલા ગૌરક્ષકો છે કે જેઓ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્ત ગૌવંશનું રેસ્ક્યુ કરીને સારવાર માટે ગૌ ધામ ખાતે લાવે છે. ગૌશાળાના નિભાવ પાછળ મહિને અંદાજે કુલ રૂ.5 લાખનો ખર્ચ થાય છે. જે દાતાઓના સહયોગથી પહોંચી વળીએ છે. થોડા સમય પહેલા અહીં જ એક નંદીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેના પેટમાંથી 80 કિલો પ્લાસ્ટીક કાઢી જીવ બચાવવામાં આવ્યો હતો. જેથી આગામી દિવસોમાં ઓપરેશન થિયેટર બનાવવા માટેનો પ્રોજેક્ટ પણ અમલમાં મુકાશે. ગૌ ધામ ના લાભાર્થે યોજાનારા લોક ડાયરામાં 11 માર્ચ 2023ના રોજ "પરમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુજવા પાથરી" ખાતે ભવ્ય "લોકડાયરો"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૌ રક્ષકો અને ડાયર પ્રેમી જનતાને ગૌ ધામના સંચાલકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.