કોરોના અપડેટ:વલસાડમાં વૃદ્ધ - વાપીમાં યુવક કોરોના પોઝિટિવ

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં રવિવારે કોટન પોઝિટિવના વધુ 2 નવા કેસ નોંધાયા હતા.જેમાં વલસાડમાં એક વૃદ્ધ અને વાપીમાં એક યુવાન કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. વલસાડ જિલ્લામાં રવિવારે વલસાડના અબ્રામા ખાતે રહેતા 65 વર્ષીય વડીલ કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ મુકવામાં આવ્યા છે.જ્યારે વાપી ખાતે રોયલ વિલેજમાં રહેતા એક 45 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ 2 નવા કેસ સામે 2 દર્દી સજા થઈ ગયા હતા જેમાં વલસાડના ડુંગરીમાં એક 30 વર્ષીય મહિલા અને હનુમાનભગડામાં રહેતી 59 વર્ષીય વૃદ્ધાએ કોરોનાને માત આપી હતી.

આ સાથે અકટિવ કેસની સંખ્યા 33 પર સ્થિર રહી હતી. વલસાડ જિલ્લામાં હજુ પણ 20થી વધુ એક્ટિવ કેસ છે. બીજી તરફ સરકારે સોમવારથી પ્રાથમિક શાળા પણ શરૂ કરવા માટે પરવાનગી આપી છે. આ સંજોગોમાં વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેફામ ન બને તે પૂર્વે આરોગ્ય વિભાગે પણ સખત તકેદારી રાખવાની જરૂર છે. રવિવારે વલસાડ અને વાપીમાંથી એક-એક કેસ નોંધાયા છે. જોકે દિવાળી બાદ આવેલા મોટા ભાગના કેસો વલસાડ તાલુકામાંથી આવ્યા હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...