કોરોના અપડેટ:વલસાડમાં વૃધ્ધ અને પારડીમાં માતાપુત્ર સહિત ચાર પોઝિટિવ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અબ્રામામાં 17 વર્ષીય તરૂણ સહિત 4 દર્દી સાજા થયા

વલસાડ જિલ્લામાં મંગળવારે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.જેમાં પારડીમાં માતા પૂત્ર પણ સંક્રમિત થયા હતા.આ સાથે વલસાડના અબ્રામાનો એક 17 વર્ષીય તરૂણ સહિત 4 દર્દીએ કોરોનાને માત આપી હતી. દિવાળી પૂર્વે વલસાડ અને પારડીમાં કોરોનાના 4 દર્દી મળી આવ્યા હતા.જેમાં વલસાડ તાલુકાના પીઠામાં રહેતા 61 વર્ષીય વૃધ્ધ અને વલસાડ શહેરના અબ્રામામાં 49 વર્ષીય મહિલા સંક્રમિત થઇ હતી.

આ ઉપરાંત પારડી તાલુકાના ઓરવાડમાં 62 વર્ષીય માતા અને 39 વર્ષીય પૂત્ર પણ પોઝિટિવ આવ્યા હતા.આ સાથે વલસાડમાં 4 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થઇ ગયા હતા,જેમાં અબ્રામામાં 17 વર્ષીય તરૂણ,27 વર્ષીય યુવાન,તિથલમાં 60 વર્ષીય વૃધ્ધ અને કલવાડા ચાર રસ્તા પર રહેતા 60 વર્ષીય વૃધ્ધ કોરોના મુક્ત થઇ ગયા હતા.દિવાળી આડે બે દિવસ રહી ગયા હોય નાગરિકો કોવિડ-19ની ગાઇડલાઇનનો અસરકારક રીતે અમલ કરીને સુરક્ષિત રહેવાની કાળજી લે તે બાબત સૌના હિતમાં રહેશે તેવું જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...