વાપીથી સુરત જતી એક ટ્રકની વલસાડની ધરમપુર ચોકડી પાસે ઓઈલ પાઈપ ફાટતા રસ્તા પર ઓઈલ ઢોળાયું હતું. રસ્તાની વચ્ચે જ ટ્રક બંધ પડી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઓઈલ પર વાહનચાલકો સ્લીપ ન થાય તેની પોલીસે તકેદારી રાખતા અકસ્માત સર્જાતા અટક્યા હતા.
વાલ પાઈપ ફાટી જતા રસ્તા પર ઓઈલ ઢોળાયું
વાપી માલ ખાલી કરીને સુરત પરત ફરી રહેલ ટ્રક નંબર GJ-16-AV-6351 વલસાડ ના ધરમપુર ચોકડી ઓવરબ્રીજ ઉપર પોહોચતા અચાનક વાલ પાઈપ ફાટી ગયો હતો જેના પગલે ટ્રક ઓવરબ્રીજ ઉપર રસ્તા વચ્ચે બંધ પડી ગયુ હતું. અને ઓઈલ રસ્તા ઉપર ઢોળાયુ હતું. આ ઘટના ને કારણે ધરમપુર ચોકડી બ્રિજ ઉપર વાહનો ની લાંબી કતાર જોવા મળી હતી.
પોલીસ ટ્રાફિક પૂર્વવત કરાવ્યો
વલસાડ ટ્રાફિક પોલીસ ના જવાનો અને TRB ના જવાનો એ તાત્કાલિક ઘટના સ્થળે પોંહચી વાહન વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.