વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં આવેલી દુબઇ માર્કેટ સામે વિદેશ કપડાં સહિત વસ્તુઓ વેચતી મુન સ્ટાર નામની દુકાનમાં GSTના અધિકારીઓએ દુકાનદારો દ્વારા GSTમાં થતી ચોરીને અટકાવવા સર્ચ હાથ ધર્યું હતું. સંઘ પ્રદેશમાં GST અધિકારીઓ અને દમણ કલેક્ટર સહિત અધિકારીઓએ મોડી રાત સુધી દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અન્ય રાજ્યો અને અન્ય દેશોની મોંઘીદાટ વસ્તુઓ વેચાણ સામે GST ઓછો ભરાતો હોવાની માહિતીના આધારે GSTના અધિકારીઓએ સર્ચ હાથ ધર્યું હતું. GST અધિકારીઓના કાફલા સાથે સર્ચ હાથ ધરતા ટેક્સ ચોરી કરતા વેઓરીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ દુબઇ માર્કેટમાં ટેક્ષી સ્ટેન્ડ પાસે આવેલી મુન સ્ટાર નામની દુકાનમાં શુક્રવારે મોડી રાત્રીએ GST વિભાગના ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુન સ્ટાર દુકાનનો સંચાલક રાજ્ય બહાર અને દેશ બહારની મોંઘીદાટ વસ્તુઓ વેચવા છત્તા GSTમાં ઓછી રકમ ભરતી હોવાનું GSTના અધિકારીઓને જાણવા મળ્યું હતું. જેના આધારે GSTના અધિકારીઓએ શુક્રવારે સાંજે મુન સ્ટાર નામની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં દમણ કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત સુધી GST અધિકારીઓએ દુકાનદાર દ્વારા ખરીદ આવે વેચાણના બિલ અને સ્ટોક સહિતના વસ્તુઓ ચેક કરવામાં આવી હતી. જેને લઈને દમણ અને આજુબાજુના વિસ્તારમાં GST ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.