• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Team Of Valsad SOG Arrested 2 Persons From A Container Along Nanapodha Road And Seized Approximately 1500 Kg Of Opium From A Container And Conducted Further Investigation.

નશાનો વેપાર:વલસાડ SOGએ નાનાપોઢા રોડ પરથી એક કન્ટેનરમાંથી 2148 કિલો અફીણના પોષ ડોડા કબજે કર્યા, 2 શખ્સોની ધરપકડ

વલસાડ18 દિવસ પહેલા
  • નશાયુક્ત અફીણના સૂકા પોષ ડોડાનો જથ્થો સેલવાસ તરફ આપવાનો હોવાનો ખુલાસો કર્યો
  • SOGની ટીમે કુલ 79.46 લાખનો મુદ્દામાલ ઝડપી આગળની તપાસ હાથ ધરી
  • ​​​​​​​પંજાબના 2 અને 1 યુપીના ઇસમને વોન્ટેડ જાહેર કર્યા

વલસાડમાં SOGની ટીમને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશ તરફથી આવતી એક કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં નશાયુક્ત અફિણના સૂકા પોષ ડોડા લઈને સેલવાસ તરફ જવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમે નાનાપોઢા સેલવાસ રોડ ઉપર બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી. બાતમીવાળું કન્ટેનર આવતા કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાંથી અંદાજે 2148 અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ કરીને નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશ તરફથી આવતી એક કન્ટેનર ન. MH-04-GF-8493માં વિપુલ પ્રમાણમાં નશાયુક્ત અફીણના સૂકા પોષ ડોડા લઈને સેલવાસ તરફ જવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમે નાનાપોઢા સેલવાસ રોડ ઉપર બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી. બાતમીવાળું કન્ટેનર આવતા કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાંથી 108 પ્લાસ્ટિકના મોટા કોથળામાંથી કુલ 2148 કિલો અફીણના સૂકા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનર અને અફીણના ડોડા મળી કુલ 79.46 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક અને ક્લીનરની ધરપકડ કરીને વલસાડ SOGની ટીમે નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં નશીલા પદાર્થ ઘુસાડનારા માફિયાઓનો ખૂબ મોટો જથ્થો ઝડપી SOGની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં મધ્યપ્રદેશથી ગુજરાત થઈને મોટી સંખ્યામાં નશાયુક્ત અફીણના પોષ ડોડાનો જથ્થો વલસાડ જિલ્લાના કપરાડા થઈ સંઘ પ્રદેશ સેલવાસ તરફ એક કન્ટેનર ન. MH-04-GF-8493માં લઈ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમને કપરાડા ખાતે બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી. સંઘ પ્રદેશમાં વિપુલ પ્રમાણમાં નશાયુક્ત અફીણના સૂકા પોષ ડોડા ઠાલવવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

SOGની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમને બતમીવાળા કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાં 100 મોટા થેલામાંથી અંદાજે 2148 કિલોથી વધુનો અફીણના સૂકા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. 64.46 લાખથી વધુની કિંમતનો પોષ ડોડાનો જથ્થા સાથે વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે ઝડપી પાડી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. વલસાડ જિલ્લા પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. SOGની ટીમે કન્ટેનર ચાલક લક્ષ્મણ મોતીલાલ ચવાણ અને ક્લીનર રતનાલ નારાયણજી રેગર, ઉ. વ 31ની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. SOGની ટીમે નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ વાપી ટાઉન પોલીસની ટીમને સોંપી છે.

છેલ્લા 2 અઠવાડિયામાં વલસાડ SOGની ટીમ અને વલસાડ પોલીસે ગુજરાતમાંથી વિપુલ પ્રમાણમાં પસાર થતા નશીલા પ્રદાર્થને લઈ જતા અટકાવવામાં મહત્વની સફળતા મળી છે. વલસાડ SOGની ટીમે ધરમપુર ચોકડી પાસેથી 81 કિલો ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડયા હતા. અને ઓડિસાથી ઓપરેટ થતું ગાંજાના જથ્થાના રેકેટનો પરદા ફાશ કર્યો હતો. અફીણના સૂકા પોષ ડોડાનો નશીલા પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...